ગુજરાતમાં સત્તા માટે રાજકારણ તેજ : પક્ષોમાં વળતો પ્રહાર, અરવિંદે કેજરીવાલે ગુજરાતને ‘ભ્રષ્ટાચાર મુક્ત’ બનાવવાની બાંહેધરી આપી

0
53

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. મંગળવારે તેમણે ભાજપ પર નિશાન સાધ્યું હતું. આ સાથે જ રાજ્યમાં થોડા મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા તેમણે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું. લગભગ 27 વર્ષથી રાજ્યમાં શાસન કરનાર ભાજપ અંગે તેમણે કહ્યું કે હવે ડરવાની જરૂર નથી.
ભાજપ જઈ રહ્યું છે, આમ આદમી પાર્ટી સત્તામાં આવી રહી છે. રાજ્યમાં જે પણ કૌભાંડો થયા છે તેની તપાસ થશે અને જનતાને તેમના પૈસા પાછા મળશે. અમે નાણાંનો ઉપયોગ જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે કરીશું, એમ તેમણે જણાવ્યું હતું.

મંગળવારે કેજરીવાલે ગુજરાતની જનતાને વચન આપ્યું હતું કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટી સત્તામાં આવશે, તો તે લોકોને “ભ્રષ્ટાચાર મુક્ત” સરકાર આપશે. ગુજરાતને ભ્રષ્ટાચારમુક્ત બનાવવાની બાંયધરી આપતાં તેમણે કહ્યું કે, તેમણે ભ્રષ્ટાચાર કર્યો હોય, ભલે તે મુખ્યમંત્રી હોય કે અધિકારી, જેલમાં જશે. તેમજ રાજ્યમાં લાંચ રૂશ્વત બંધ થશે.
ગુજરાતની જનતાને કેજરીવાલની ગેરંટી

સીએમ, મંત્રીઓ, ધારાસભ્યો, અધિકારીઓ કોઈને ભ્રષ્ટાચાર કરવા દેશે નહીં.
ગુજરાતનો એક-એક પૈસા હવે જનતા પર ખર્ચાશે.
સરકારી કામ માટે કોઈને લાંચ આપવી પડતી નથી.
સરકાર બનશે તો તમામ નેતાઓના કાળા કારોબાર બંધ કરાવીશું.
પેપર લીકમાં જે પણ દોષિત ઠરશે તેને જેલમાં મોકલવામાં આવશે.
પાટકરનું નામ ઉછળતાં કેજરીવાલનો પલટવાર

કહ્યું- ભાજપ સોનિયાને વડાપ્રધાન બનાવશે!
કેજરીવાલે મંગળવારે ભાજપના આરોપ પર વળતો પ્રહાર કર્યો હતો. AAP ગુજરાતમાં મેધા પાટકરને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવી શકે છે તેવા ભાજપના આરોપ પર અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપ મોદી પછી સોનિયા ગાંધીને વડાપ્રધાન બનાવવા જઈ રહી છે. પત્રકારોના પ્રશ્ન પર તેમણે આ વાત કહી.

ભાજપ ગુજરાતમાં બે તૃતિયાંશ બહુમતી મેળવવાનો દાવો કરે છે
ગુજરાતમાં આગામી ચૂંટણીને લઈને રાજકારણ તેજ બન્યું છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે શબ્દ યુદ્ધ ચાલી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યું કે સપનાનો ધંધો કરનારાઓને ગુજરાતમાં સફળતા નહીં મળે. તેમજ દાવો કર્યો હતો કે આ વખતે ફરીથી ગુજરાતમાં સંપૂર્ણ બહુમતી સાથે ભાજપની સરકાર બનશે.

તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટી આ દિવસોમાં ગુજરાતમાં જોરદાર પ્રચાર કરી રહી છે. કેજરીવાલ પોતે સતત અહીં લોકોની વચ્ચે જોર જોરથી પ્રચાર કરવામાં વ્યસ્ત છે. આ દરમિયાન તેમણે ગુજરાતની જનતાને મફત વીજળી સહિતના અનેક વચનો આપ્યા છે.

અહીં ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે એક વર્ષ પૂર્ણ કર્યું. આ પ્રસંગે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘વિશ્વાસ સે વિકાસ યાત્રા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. આ દરમિયાન શાહે દાવો કર્યો હતો કે ગુજરાતમાં ભાજપ ફરી એકવાર સરકાર બનાવશે.