ફુટબોલની લોકપ્રિયતાને જોઇને ભારતીય ફુટબોલ કોચ એસોસીએશનની સ્થાપના થઇ

દિલ્લી : ભારતમાં પહેલીવાર ફુટબોલની વિશ્વ કક્ષાની ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. જેના કારણે ભારતમાં ફુટબોલની લોકપ્રિયતા વધી ગઇ છે. આ વધતી લોકપ્રિયતાને જોતા ભારતીય ફુટબોલ એસોશીએશનની પરવાનગીથી બુધવારે ભારતીય ફુટબોલ કોચ એસોશીએશનની સ્થાપના કરવામાં આવી છે. જેના માધ્યમથી ફુટબોલમાં આગળ વધવા માંગતા કોચને યોગ્ય ટ્રેનીંગ આપવામાં આવશે અને તેમને ભવિષ્યમાં આગળ યોગ્ય તક પણ આપવામાં આવશે.

ભારતીય ફુટબોલ કોચ એસોસીએશના અધ્યક્ષ અને AFC A માં લાઇસન્સ ધરાવતા કોચ દિનેશ નાયરે જણાવ્યું હતું કે FIFF ની મદદથી આ એસોશીએસનની શરૂઆત કરવામાં આવી છે. AIFF ના COO કિશોર તૈદએ કહ્યું હતું કે “આ તમામ માટે જરૂરી છે કે આપણે બધાએ મળીને કામ કરવું જોઇએ. કારણ કે આપણે વધારે સારા કોચ તૈયાર કરી શકીએ. અત્યારે અમારૂ લક્ષ્ય 6500 કોચ તૈયાર કરવાનું છે. વર્ષ 2014માં આવા કોચની સંખ્યા 1200 હતી આવનારા 5 વર્ષોમાં આ સંખ્યા અમે વધારવા માંગીએ છીએ. કારણ કે ભારતમાં ફુટબોલની લોકપ્રિયતા વધારે ઝડપથી વધતી જાય છે.”

Leave a Reply

Your email address will not be published.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com