પોર્શેએ ભારતમાં લૉન્ચ કરી નવી 911 ટર્બો S, કિંમત ₹3.8 કરોડ, સ્પીડથી ઉડી જશે હોશ!
જર્મન લક્ઝરી કાર નિર્માતા પોર્શે (Porsche) એ ભારતમાં તેની નવી પેઢીની 911 ટર્બો S (992.2 Gen) લૉન્ચ કરી દીધી છે. ₹૩.૮ કરોડ (એક્સ-શોરૂમ) ની શરૂઆતની કિંમત ધરાવતી આ સુપરકાર અત્યાર સુધીની સૌથી શક્તિશાળી 911 છે, જે GTS હાઇબ્રિડ પાવરટ્રેનથી વધુ પાવર જનરેટ કરે છે.
711 bhp ની જબરદસ્ત તાકાત, ૦-૧૦૦ kmph માત્ર ૨.૫ સેકન્ડમાં
નવી 911 ટર્બો S માં ૩.૬-લિટર ફ્લેટ-સિક્સ ટર્બોચાર્જ્ડ હાઇબ્રિડ એન્જિન આપવામાં આવ્યું છે, જે:
પાવર: 711bhp ની જબરદસ્ત પાવર
ટૉર્ક: 800Nm નો ટૉર્ક
આ એન્જિન જૂની ટર્બો S કરતાં ૬૦bhp વધુ શક્તિશાળી છે.

આ કારમાં ઓલ-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ અને ૮-સ્પીડ PDK ડ્યુઅલ-ક્લચ ઑટોમેટિક ગિયરબૉક્સ મળે છે. કંપનીનો દાવો છે કે આ સુપરકાર ૦ થી ૧૦૦ kmphની રફતાર માત્ર ૨.૫ સેકન્ડ માં પકડી લે છે અને તેની ટોપ સ્પીડ ૩૨૨ kmph છે.
નર્બરિંગ લેપ ટાઇમમાં ધમાલ
પોર્શેએ આ કારનું નર્બરિંગ નૉર્ડશ્લેઇફ (Nurburgring Nordschleife) ટ્રેક પર ટેસ્ટિંગ કર્યું છે, જ્યાં તેણે ૭ મિનિટ ૦૩.૯૨ સેકન્ડ નો શાનદાર લેપ ટાઇમ નોંધાવ્યો. આ પ્રદર્શન તેને દુનિયાની સૌથી ઝડપી હાઇબ્રિડ સ્પોર્ટ્સ કારો માં સામેલ કરે છે.
ક્લાસિક ટચ અને દમદાર એક્સટીરિયર ડિઝાઇન
નવી 911 ટર્બો S માં પાછળના પૈડાંની ઉપર એર વેન્ટ્સ (જે તેની ઓળખ બની ચૂક્યા છે), નાનું સ્પોઇલર, ૨૧-ઇંચના સેન્ટ્રલ-નટ લૉકિંગ વ્હીલ્સ, અને એક્ટિવ એર ડિફ્યુઝર્સ કારને એક સ્પોર્ટી અને આક્રમક લુક આપે છે.
આ ઉપરાંત, કારમાં420mm/410mm કાર્બન સિરામિક ડિસ્ક બ્રેક્સ અને ટાઇટેનિયમ મફલર સાથેનું લાઇટવેઇટ સ્પોર્ટ્સ એક્ઝોસ્ટ સિસ્ટમ આપવામાં આવ્યું છે.

લક્ઝરી ઇન્ટિરિયર અને હાઇ-ટેક કેબિન
કેબિનને સંપૂર્ણપણે નવી ડિઝાઇન આપવામાં આવી છે, જેમાં એડવાન્સ્ડ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ડિસ્પ્લે અને આરામદાયક સુવિધાઓ સામેલ છે. પોર્શે એક્સક્લુઝિવ મેન્યુફેક્ચર (Porsche Exclusive Manufaktur) સ્કીમ હેઠળ ખરીદદારો તેને પોતાની પસંદગી મુજબ કસ્ટમાઇઝ પણ કરાવી શકે છે.

