12 C
Ahmedabad
Friday, January 28, 2022

Power Corridor : ડીજીપી આશિષ ભાટીયા એ ગૃહવિભાગના વડા રાજકુમારને સેલ્યુટ મારવી પડશે

Must read

રક્ષા મંત્રાલયનાં સચિવ અને ગુજરાત કેડરનાં 1987બેચનાં IASઅધિકારી રાજકુમારને ગુજરાત સરકારે અધિક મુખ્ય સચિવપદે બઢતી આપી છે સાથે તેઓ ગૃહ વિભાગનાં વડા બની ગયા છે. રાજ્યનાં પોલીસ વડા આશિષ ભાટિયા 1985 કેડરનાંસિનિયર મોસ્ટ IPS ઓફિસર છે.જ્યારે ગૃહ વિભાગના વડા અધિક મુખ્ય સચિવ રાજકુમાર1987બેચનાં IASઅધિકારી છે.એટલે હવે રાજ્યનાં ડીજીપી આશિષ ભાટીયા એ ગૃહવિભાગના વડા રાજકુમારને સેલ્યુટ મારવી પડશે ભૂતકાળમાં પણ ડીજીપી કરતા ગૃહ વિભાગનાં વડા જુનિયર હોય તેવો ઇતિહાસ રહ્યો છે નિવૃત્ત ડીજીપી શિવાનંદ ઝા તેમનાંથી જુનિયર એવા ગૃહ વિભાગનાં વડાનેગાંઠતા નહોતા કે સેલ્યુટ પણ નહોતા મારતા ત્યારે હવે આશિષ ભાટીયા સેલ્યુટ મારે છે અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમમાં ડીજી કંપની ટુર્નામેન્ટ યોજીને આઇપીએસ રાજેન્દ્ર અસારીએ જામો પાડી દીધોવિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમમાં શનિવારે ડીજીપી કંપની ફાઇનલ મેચ યોજાઇ હતી.તેના એક દિવસ પહેલા શુક્રવારે 50ઓવર ની મેચ યોજવામા આવી હતી ને શનિવારે 20 ઓવરની 20-20 મેચ યોજવામા આવી હતી. વર્લ્ડ કલાસ સ્ટેડિયમ મા આ પ્રકારે સામાન્ય પોલીસ ની ડીજીકપ ટુર્નામેન્ટ યોજવી છે.અમદાવાદ શહેરના સેકટર વન ના એડીશનલ સીપી રાજેનદ્રઅસારીને કારણે આ ડીજી કપની ફાઇનલ મેચ મોટેરા ખાતે યોજાઇ શકી હતી .

ગુજરાત વહીવટી સેવા જીએએસ કેડરના 16 અધિકારીઓને પ્રમોટી આઇએએસ ઓફિસર તરીકે બઢતી આપવામાં આવીછે. તેમને આઇએએસ નિયમો 1954 જે ઓફિસરોને આઇએએસ તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે તેમાં જેપી દેવાંગન, એસડી ધાનાણી, ડીએમ સોલંકી, પીએનમકવાણા, એજે અસારી, બીકે વસાવા, કેએસ વસાવા, સીબી બલાત, બીબી વાહોનિયા, આરઆર ડામોર, એસપી ભગોરા,એલએમ ડિંડોડ, બીડી નિનામા, એનવી ઉપાધ્યાય, એઆરશાહ અને પીબી પંડ્યાનો સમાવેશ થાય છે.આ ઓફિસરોનું નવું પોસ્ટીંગ ટૂંકસમયમાં થાય તેવી સંભાવનાછે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં ગુજરાતની સ્ટેટ કેડરમાંથીભારતીય વહીવટી સેવામાં પ્રમોશનની ગતિ વધી છે.2017માં10,2018માં 12 અને 2019માં 12 ઓફિસરોને આઇએએસતરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે.મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે જિલ્લાકલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ગુજરાતનીવહીવટી સેવાના અધિકારીઓને પોસ્ટીંગ આપવાનું શરૂ કર્યુંહતું.જ્યાં પહેલાં જૂનિયર કેડરના આઇએએસ અધિકારીની નિયુક્તિ થતી હતી.

ભારતના વડાપ્રધાન સાથે કામ કર્યું હોય તેવા અધિકારીઓનીસંખ્યા ગુજરાતમાં ઓછી છે. નરેન્દ્ર મોદીના સમયમાં વડાપ્રધાનકાર્યાલયમાં એક તબક્કે અડધા અધિકારીઓ કામ કરતા હતા અને હજી કેટલાક અધિકારી કામ કરી રહ્યાં છે.ભૂતકાળમાં કોંગ્રેસની સરકારમાં વડાપ્રધાન કાર્યાલયમાં કામકરનારા ગુજરાતના અધિકારીઓની સંખ્યા એક કે બે જોવા મળતી હતી. એવા સમયે ગુજરાત કે ડરના પૂર્વ આઇએએસ અધિકારી હસમુખ શાહ એવા અધિકારી હતા કે જેમણે એક બે ત્રણ વડાપ્રધાન સાથે કામ કર્યું છે.તેમણે વડાપ્રધાન કાર્યાલયમાં ત્રણ ટર્મ સુધી સંયુક્ત સચિવતરીકે કામ કર્યું છે. તાજેતરમાં 89 વર્ષની વયે તેમનું વડોદરાખાતે અવસાન થયું છે.દિલ્હીમાં તેમણે મોરારજી દેસાઇ, ચૌધરી ચરણસિંહ અનેઇન્દિરા ગાંધી સાથે વડાપ્રધાન કાર્યાલયમાં કામ કર્યું.વડોદરાની આઇપીસીએલનું ખાનગીકરણ થયું તે પહેલાં તેઓતેના ચેરમેન અને એમડી હતા.કોંગ્રેસના સમયમાં વડાપ્રધાન કાર્યાલયમાં ઉત્તરપ્રદેશનો દબદબો જોવા મળતો હતો જ્યારે આજે ગુજરાતનો દબદબો વધારે જોવા મળી રહ્યો છે.નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા પછી છ મહિનામાં ગુજરાતમાંથીઆઇએએસ સાથે કુલ 35 ગુજરાતનાં ઓફિસરોને તેઓ દિલ્હીલઇ ગયા હતા. આજે પણ દોઢ ડઝનથી વધારે ઓફિસરો દિલ્હીમાં ફરજ બજાવી રહ્યાં છે.કોરોના સંક્રમણના દોઢ વર્ષના સમયગાળા પછી એન્ટી કરપ્શનબ્યુરોમાં લાંચ લેવાની ફરિયાદનું પ્રમાણ બમણું થયું છે.નીતિ આયોગના એક રિપોર્ટમાં એવો પર્દાફાશ થયો છે કે લાંચલેવાના કેસમાં ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજાનંબરે આવે છે.રાજ્યમાં 2017ના વર્ષમાં લાંચ લેવાના કેસોની સંખ્યા 148 હતીતે વધીને 2018માં 332 થઇ હતી. 2019માં કેસનો આંકડો 255 થયો હતો.પરંતુ કોરોના સંક્રમણના કારણે 2020માં આ કેસ ઘટીને 198થઇ ગયા હતા. હવે 2021માં સંક્રમણનું પ્રમાણ ઘટતાં ફરીકેસોમાં વધારો થઇ રહ્યો છે.

કોરોના પછીના વર્ષમાં લાંચ લેવામાં એન્ટીકરપ્શન બ્યુરો ના છટકામાં રોજના બે કેસ પકડાઇ રહ્યાં છે.એન્ટી કરપ્શન બ્યુરો એસીબી એ ભ્રષ્ટાચાર અટકાવવા માટેનું સરકારનું સૌથી મોટું હથિયાર છે. છેલ્લા પાંચ વર્ષમાં એસીબીએ રાજ્યભરમાં 1500થી વધુ છટકાં ગોઠવીનેલાંચિયા અધિકારી તેમજ કર્મચારીઓને પકડ્યા હતા પરંતુકરમની કઠણાઇ એવી છે કે 400 કેસમાં કર્મચારીઓ છટકીગયા છે.લાંચ લેવી એ ગુનો છે તેવા સાઇનબોર્ડ સરકારી તમામ કચેરીઓમાં લગાવવામાં આવ્યા છે પરંતુ લાંચિયા કર્મચારીઓહજી પણ લાંચ લેવાનું છોડતા નથી.ગુજરાત સરકારના 26 વિભાગો પૈકી ટોપ ફાઇવ એવાવિભાગો છે કે જ્યાં લાંચ લેવાનું દૂષણ સૌથી વધુ જોવા મળે છે.આવિભાગોમાં ટોચક્રમે શહેરી વિકાસ વિભાગ આવે છે,ત્યારબાદ મહેસૂલ, પંચાયત, ગૃહ અને શિક્ષણ વિભાગનોસમાવેશ થાય છે.2021ના વર્ષમાં એક ચોંકાવનારી બાબત એવી સામે આવી છે કે લાંચના છટકાના કુલ કેસોમાં સૌથી વધુયુવાન કર્મચારીઓ કે જેમની નોકરીને એક થી પાંચ વર્ષનો સમય થયો હતો.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article