આવતી કાલે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસ ભરતી મેળો સુરેન્દ્રનગર જિલ્લામાં યોજવામાં આવશે

0
47

આવતી કાલે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસ ભરતી મેળો સુરેન્દ્રનગર જિલ્લામાં યોજવામાં આવશે. 297 જગ્યાઓ માટે રોજગારીની ઊત્તમ તકો યુવાનોને મળશે. ખાસ કરીને લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી આધાર પુરાવા સાથે આવતી કાલે
મહિલા આઈ.ટી.આઈ સુરેન્દ્રનગર ખાતે ઉપસ્થિત રહેવાનું રહેશે.

ખાસ કરીને યુવાનોને રોજગારી મળી રહે તે હેતુથી ગુજરાતમાં વિવિધ જિલ્લાઓ ની અંદર આ પ્રકારે મળતી મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે સુરેન્દ્રનગરમાં પણ જિલ્લાના યુવાનોને રોજગારીની તકો મળી તે હેતુથી આ ભરતી મેળો યોજવામાં આવશે જોકે ગુજરાતની વાત કરવામાં આવે તો શિક્ષિત બેરોજગારની સંખ્યા વધી રહી છે ત્યારે તેની સામે નોકરીઓ ઓછી છે.

સુરેન્દ્રનગર ઔધોગિક તાલીમ સંસ્થાના જણાવ્યા પ્રમાણે મહિલા ઔધોગિક તાલીમ સંસ્થા સુરેન્દ્રનગર ખાતે આવતી કાલે રોજ 297 જગ્યાઓ માટે રોજગારીની ઊત્તમ તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાનો પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે.

જેમાં ભાગ લેવા માટે આઈ.ટી.આઈ.ના તમામ ટ્રેડ પાસ તેમજ ધોરણ 8, 9, 10, 12 પાસ તથા ડિગ્રી મિકે., ડિપ્લોમા મિકે., બી.એસસી., બી.કોમ., બી.એ. અને અન્ય સ્નાતક કક્ષાની લાયકાત ધરાવતા ઉમેદવારોએ શૈક્ષણિક પ્રમાણપત્રોની નકલ અને બે પાસપોર્ટ ફોટો સાથે તા.12 મી સપ્ટેમ્બરે સવારે 10 કલાકે મહિલા આઈ.ટી.આઈ સુરેન્દ્રનગર ખાતે ઉપસ્થિત રહેવા વધુમાં જણાવાયું છે.