પોતાની ઓવરમાં રનનો ઢગલો થઇ જતાં ક્રિકેટર પ્રજ્ઞાન ઓઝા થયો ગુસ્સે, સ્ટંપને મારી લાતો

આમતો ક્રિકેટને Gentleman’s game કહેવાય છે. પરંતુ ક્રિકેટમાં ક્યારેક એવા કિસ્સાઓ બની જાય છે જેના કારણે ખેલાડી પોતાનો પીતો ગુમાવી બેસે છે અને ન કરવાનું કરી નાખે છે. ક્રિકેટ મેચ દરમિયાન ખેલાડી તેના પ્રદર્શનને લઈને ખુબજ ચિંતામાં હોય છે. એવામાં જો કોઈ બોલરની બોલ પર સિક્સ વાગી જાય તો અમુક ખેલાડીઓ ખુબ ગુસ્સે થઇ જાય છે. મોટાભાગે શાંત જોવા મળતા સ્પિનર પ્રજ્ઞાન ઓઝાની આવી જ એક હરકતથી સ્ટેડિયમમાં રહેલા દરેક લોકો સ્તબ્ધ થઇ ગયાં હતાં.

ક્રિકેટ એ ભારતમાં જોવાતી સૌથી વધુ રમત છે. ક્રિકેટની શરૂઆત ભલે ઇંગ્લેન્ડમાં થઇ હોય પરંતુ સૌથી વધારે ચાહકો ભારતમાં છે એમ કહેવામાં જરાપણ અતિશયોક્તિ નથી. ક્યારેક ક્રિકેટમાં એવી ઘટના થઇ જતી હોય છે જેને લીધે ક્રિકેટજગતને શર્મસાર થવું પડે છે. તાજેતરમાં જ એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેમાં પ્રજ્ઞાન ઓઝા ત્વરિત પ્રતિક્રિયા આપતો જોવા મળે છે. જો પોતાની બોલિંગ પર એકધારા રન આવતાં હોય તો કોઇપણ બોલર અસહજ થઇ જાય છે. 31 વર્ષના પ્રજ્ઞાન ઓઝા સાથે પણ કંઇક આવું જ થયું હતું. તે પોતાના પર કાબૂ રાખી શક્યો નહોતો અને લાત મારીને સ્ટમ્પ્સને વિખેરી નાખ્યા હતાં.

વીડિયોમાં જોવા મળે છે કે ઓઝાના ફૂલટોસ બોલ પર બેટ્સમેને સિક્સ ફટકારી હતી. જેથી પ્રજ્ઞાન ઓઝાએ ગુસ્સામાં લાત મારીને સ્ટમ્પ્સને વિખેરી નાખ્યા હતાં. આ વીડિયો ક્યારનો છે એ તો જાણ નથી પરંતુ સોશિયલ મીડિયા પર એવી ચર્ચા છે કે આ બેટ્સમેન અમિત યાદવ છે.

Leave a Reply

Your email address will not be published.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com