પ્રાંતિજ ખાતે શ્રી મહાકાલી માતાજી નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમ પૂર્વક યોજાયો

0
74

પ્રાંતિજ ખાતે શ્રી મહાકાલી માતાજી નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમ પૂર્વક યોજાયો- અંબાજી મંદિર ખાતે શ્રી મહાકાલી માતાની મૂર્તિની સ્થાપન કરવામા આવી- માઇ ભકતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા- બે દિવસીય કાર્યક્રમ યોજાયો સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે શ્રી મહાકાલી માતાજી ની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા બે દિવસ કાર્યક્રમ અતિ ભવ્યતાથી ઉજવવામા આવ્યો હતો તો મંદિર ના પ્રમુખ સહિત મંડળ ના સભ્યો દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ.

પ્રાંતિજ નાનીભાગોળ ખાતે આવેલ અંબાજી મંદિર ખાતે શ્રી મહાકાલી માતાની નવિન મૂર્તિનુ સ્થાપન અને પ્રતિષ્ઠા નો ભવ્યાતિભવ્ય ૮ અને ૯ બે દિવસીય કાર્યક્રમ યોજાયો હતો જેમા શોભાયાત્રા હવન સહિત ના કાર્યક્રમો યોજાયા હતા પ્રાણ પ્રતિષ્ઠા ના મુખ્ય યજમાન તરીકે હિનાબેન રાજેશ કુમાર બ્રહ્મભટ્ટે લાભ લીધો હતો ત્યારે પ્રાંતિજ ખાતે રહેતા માઇ ભક્તો સહિત ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને દર્શન કરી પ્રસાદ લઈ ને ધન્યતા અનુભવી હતી તો મંદિર ના પ્રમુખ સહિત મંડળ ના સભ્યો દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ માતાજી ની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા બે દિવસ કાર્યક્રમ અતિ ભવ્યતાથી ઉજવવામા આવ્યો.