સચિન સાથે થઇ હતી સરખામણી આજે ડિપ્રેસનમાં એક હજારી પ્રણવ ધનાવડેએ ક્રિકેટને અલવિદા કર્યું

મુંબઇ : મુંબઈમાં ગત વર્ષે 15 વર્ષના છોકરાએ 327 બૉલમાં 1009 રન ફટકારીને એ રેકોર્ડ બનાવ્યો જે અત્યાર સુધી બીજુ કોઈ બનાવી નથી શક્યું. પ્રણવ ધનવાડે નામના આ છોકરાએ ઈન્ટર સ્કૂલ ટૂર્નામેન્ટમાં ચાર અંકમાં સ્કોર બનાવી ક્રિકેટના ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવી દીધુ હતું. પરંતુ ત્યાર બાદ તેના પ્રદર્શન સતત ખરાબ થઇ જવાના કારણે તેણે ક્રિકેટને અલવિદા કરી દીધું છે.

ખરાબ ફોર્મના કારણે કર્યો નિર્ણય

પ્રણવનું ફોર્મ છેલ્લા ઘણા સમયથી ખરાબ ચાલી રહ્યુ હતુ અને તે તેનો શિકાર બની ગયો. તેના ફોર્મને કારણે એર ઈન્ડિયા અને દાદર જુનિયરે તેને પોતાને ત્યાં નેટ પ્રેક્ટિસ કરવાથી પણ રોકી દીધો છે. આ ડિપ્રેશનને કારણે તેણે ક્રિકેટને અલવિદા કહી દીધુ છે.

ખરાબ ફોર્મના કારણે સ્કોલરશિપ પણ બંધ કરી દેવાઈ
ઉલ્લેખનીય છે કે વર્લ્ડ રેકોર્ડ બનાવનારા પ્રણવને મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (MCA)એ દર મહિને રૂ. 10 હજારની સ્કોલરશિપની જાહેરાત કરી હતી જેને કારણે તે પોતાનુ ભણતર અને રમત બંને ચાલુ રાખી શકે. પરંતુ ત્યાર પછી પ્રણવના ખરાબ ફોર્મને કારણે તેને સાઈડલાઈન કરવામાં આવ્યો હતો. આ અંગે પ્રણવે MCAનો સંપર્ક કર્યો તો એસોસિયેશને જવાબ આપ્યો કે પ્રણવ ફરીથી સારા ફોર્મમાં આવશે ત્યારે તેની સ્કોલરશિપ ચાલુ કરવામાં આવશે.
પ્રણવના ખરાબ સમયમાં કોચ તેની સાથે

જ્યારે બધા જ પ્રણવની વિરુદ્ધ છે ત્યારે પ્રણવના કોચ મોબિન શેખ તેને ફરીથી મેદાન પર લાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. મોબિને જણાવ્યું, “16 વર્ષના આ ક્રિકેટરને અમે સતત પ્રેરણા આપવાની કોશિશ કરી રહ્યા છીએ.”

Leave a Reply

Your email address will not be published.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com