અભ્યાસ મેચમાં બોર્ડ 11એ ન્યૂઝીલેન્ડને 30 રનથી આપી માત

પૃથ્વી શો (66), લોકેશ રાહુલ (68) અને કરૂણ નાયર (78)ની શાનદાર ઈનિંગ્સના દમ પર બોર્ડ પ્રેસિડન્ટ ઈલેવને મંગળવારે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી અભ્યાસ મેચમાં ન્યુઝીલેન્ડને 30 રનથી માત આપી. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય બોર્ડ પ્રેસિડન્ટ ઈલેવને 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને ન્યૂઝીલેન્ડની સામે 296 રનનો લક્શ્ય રાખ્યો હતો, જેને મહેમાન ટીમ હાંસલ ના કરી શકી અને 265 રન પર જ ઓલ આઉટ થઈ ગઈ.

બોર્ડ પ્રેસિડન્ટ ઈલેવને પહેલા બેટિંગ કરતા ઈનિંગ્સ ની સારી શરૂઆત કરી હતી, પરંતુ ટીમ માટે સૌથી વધુ રન બનાવનારા ત્રણ બેટ્સમેન પૃથ્વી, રાહુલ અને નાયરના પેવેલિયન પરત ફર્યા બાદ એવો કોઈ બેટ્સમેન નહતો કે જે વધુ સમય ટકી શકે. આના કારણે ભારતીય ટીમને 9 વિકેટ પર 295 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડ માટે આ ઈનિંગ્સમાં ટ્રેટ બોલ્ડે સૌથી વધારે 5 વિકેટ ઝડપી, જ્યારે મિશેલ સેંટનરને બે અને ઈશ સોઢી અને ટીમ સાઉદીને એક એક સફળતા મળી. લક્શ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેનડમાં શરૂઆતમાં સારુ પ્રદર્શન કર્યું, પરંતુ 35મી ઓવર પછી ટીમમાં સતત વિકેટ પડતી રહી અને મહેમાન ટીમ 265 રનમાં જ સમેટાઈ ગઈ. ન્યૂઝીલેન્ડ માટે આ ઈનિંગ્સમાં ટોમ લાથમ, (59)એ સૌથી વધારે રન બનાવ્યા, જ્યારે કેપ્ટન કોન વિલિયમસને 47 રનનું યોગદાન આપ્યું. આ ઉપરાંત કોઈ પણ બેટ્સમેન આ મેચમાં ખાસ કમાલ ના કરી શક્યો.

Leave a Reply

Your email address will not be published.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com