મોંઘવારી મુદ્દે આમ આદમી પાર્ટીની મહિલા વિંગ દ્વારા ગુજરાત ભરમાં વિરોધ પ્રદર્શન

0
66

અમદાવાદ/ગુજરાત: ભાજપ સરકારે ‘અચ્છે દિન’ના વાયદા કરીને જનતા પાસેથી મત લીધા હતા પરંતુ આજે ભાજપ સરકારની ખોટી આર્થિક નીતિઓ ને કારણે પ્રજાનું જીવન કફોડી બની ગયું છે. દેશમાં આજે મોંઘવારી તેની ટોચ પર છે. અને આ મોંઘવારી ઘટાડવા ને બદલે ભાજપ સરકાર દિન પ્રતિદિન વસ્તુઓના ભાવ વધારી ને લોકોનું જીવન મુશ્કેલ બનાવી રહી છે. ગઈકાલે ફરી એકવાર ગેસ સિલિન્ડરના ભાવમાં થયેલો વધારો દર્શાવે છે કે ભાજપ સરકાર મોંઘવારીના મુદ્દે જનતાને કોઈ રાહત આપવાના મૂડમાં નથી.

સતત વધી રહેલી કમર તોડ મોંઘવારીના મુદ્દે આમ આદમી પાર્ટી ના મહિલા વિંગ દ્વારા અમદાવાદ, સુરત, ગાંધીનગર, રાજકોટ, વડોદરા, ભરૂચ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પાટણ અને મહેસાણા સહિત સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આમ આદમી પાર્ટી એ સારું શિક્ષણ હોય કે મફત વીજળી, આમ જનતાને રાહત આપતા, આમ જનતા ના દરેક અધિકાર માટે હંમેશા અવાજ ઉઠાવ્યો છે. અને આગળ પણ જ્યાં સુધી ગુજરાતમાં આમ જનતાને તેમના અધિકાર નહિ મળે ત્યાં સુધી ભ્રષ્ટ ભાજપ વિરુદ્ધ બદલાવ નો પડકાર ચાલુ રહેશે.

વિરોધ પ્રદર્શનની આગેવાની આમ આદમી પાર્ટીની મહિલા વિંગ ના પ્રમુખ ગૌરી દેસાઈએ કરી હતી. અને ભાજપ સરકાર વિરુદ્ધ નારેબાજી કરી હતી. આ વખતે પણ તાનાશાહ ભાજપ સરકારે શાંતિપૂર્ણ વિરોધને કચડી નાખવા માટે પોલીસનો ઉપયોગ કર્યો. જેમાં આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકરોની પોલીસ દ્વારા ક્રૂરતાપૂર્વક અટકાયત કરવામાં આવી. આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકરો એ છતાંય વિરોધ પ્રદર્શન કરવા સંઘર્ષ ચાલુ રાખ્યો.

ભાજપ સરકારે શાંતિપૂર્ણ પ્રદર્શન ને તાનાશાહી રીતે ખતમ કરવા માટે ‘આપ’ મહિલા કાર્યકરોની અટકાયત કરી: આપ

આમ આદમી પાર્ટી મોંઘવારીના મુદ્દે જનતા માટે અવાજ ઉઠાવવાનું ચાલુ રાખશેઃ આપ

જીવન જરૂરી ચીજવસ્તુઓ ના ભાવમાં વધારો કરીને અને ખાદ્ય ચીજવસ્તુઓ પર GST લગાવીને ભાજપે પોતાનો ગરીબ વિરોધી ચહેરો જનતા સમક્ષ મુક્યો છેઃ આપ

એક વર્ષમાં ગેસ સિલિન્ડરના ભાવમાં 8 વખત વધારો થયો: આપ

ભાજપ સરકારની ખોટી આર્થિક નીતિઓને કારણે સમગ્ર દેશમાં મોંઘવારી બેકાબૂ બની રહી છેઃ આપ

આમ જનતાને રાહત ભર્યું જીવન આપવું એ સરકારનું કર્તવ્ય છે, પણ ભાજપ સરકાર તેમાં હંમેશા નિષ્ફળ જ રહી છે: આપ

વધતી મોંઘવારી ના કારણે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવાર ની હાલત કફોડી બની છે: આપ

ફરી એકવાર ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે હવે લોકોને 1053 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળી રહ્યો છે. એક વર્ષમાં ગેસ સિલિન્ડરના ભાવમાં 8 વખત વધારો થયો છે. 1 વર્ષમાં સતત વધારો કરતા, સરકારે જનતા પર ₹244 નો બોજ નાખ્યો છે. મે, 2022 થી અત્યાર સુધીમાં ત્રણ વખત અને આ વર્ષે કુલ ચાર વખત ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ રોજિંદા ઉપયોગની વસ્તુઓના ભાવમાં 12% થી 101% નો વધારો જોવા મળ્યો છે. ગરીબ વિરોધી ભાજપે લોટ, કઠોળ, દહીં અને પનીર જેવી મહત્વની વસ્તુ ઓ પર 5% GST લાદીને તમામ હદો વટાવી દીધી છે.

પાછલા એક વર્ષમાં થયેલ LPG સિલેન્ડર ના ભાવમાં વધારો નીચે મુજબ છે.

તારીખ કિંમત(રૂપિયા) વૃદ્ધિ(રૂપિયા)
1 એપ્રિલ 21 809.00 15.00
1 જુલાઈ 21 834.50 25.50
18 ઓગસ્ટ 21 859.50 25.00
1 સપ્ટેમ્બર 21 884.50 25.00
6 ઓક્ટોબર 21 899.50 15.00
22 માર્ચ 22 949.50 50.00
7 મે 22 999.50 50.00
19 મે 22 1003.00 03.50
6 જુલાઈ 22 1053.00 50.00

આજે દૂધ, શાકભાજી, ગેસ સીલેન્ડર અને પેટ્રોલના સતત વધી રહેલા ભાવને કારણે ગૃહિણીઓ પરેશાન થઈ રહી છે. મધ્યમવર્ગીય પરિવાર ની હાલત કફોડી બની છે. ખાદ્ય તેલનો ફુગાવો વાર્ષિક ધોરણે 16.44 ટકા રહ્યો છે. સાથે જ શાકભાજી, દૂધ અને કઠોળના ભાવમાં પણ વધારો થયો છે. તો ગૃહિણીઓ ઘર કેવી રીતે ચલાવે છે? આજે સમગ્ર દેશમાં મોંઘવારી થી મહિલાઓ સૌથી વધુ પરેશાન છે. કારણ કે આપણા દેશમાં ઘર ચલાવવાની જવાબદારી મોટાભાગે મહિલાઓ ના ખભા પર હોય છે.

મોંઘવારી એક એવી બીમારી છે જેની દવા જો સમય રહેતા ના કરવામાં આવે તો લોકો નું જીવન મુશ્કેલી ભર્યું બની જાય છે. મોંઘવારી નો ઉકેલ લાવવો એ લોકોની જરૂરિયાત જ નહિ પણ સરકાર ની જવાબદારી છે. જનતા માટે કરેલા વાયદાઓ પૂરા કરવાની ફરજ છે. જનતાની સેવા કરવાનો અવસર છે. આમ જનતાને રાહત ભર્યું જીવન આપવું એ સરકારનું કર્તવ્ય છે. પણ ભાજપ સરકાર આ બધા પગલે નિષ્ફળ જ રહી છે.

ગેસ નો જૂનો ભાવ પહેલા 350 રૂપિયા હતો જે ભ્રષ્ટ ભાજપ ના રાજ માં વધીને 1060 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં સરકારી શાળા થી નિરાશ લોકો સારા શિક્ષણ માટે ખાનગી શાળા નો સહારો લે છે પણ ત્યાં દરેક વાલીઓ ને શિક્ષણ ફીસ ના નામે લૂંટી લેવામાં આવે છે. આ અવસ્થા માં લોકો પોતાનું ગુજરાન ચલાવે કે બાળકોને ભણાવે. ભાજપ સરકારની મોંઘવારી આમ જનતા નું જીવન તો મુશ્કેલીમાં નાખી જ રહી છે પરંતુ દેશ ના ભવિષ્ય સાથે પણ રમત રમી રહી છે.

આમ આદમી પાર્ટીની માંગ છે કે ભાજપ સરકાર મોંઘવારી ઘટાડવા માટે વહેલી તકે કડક પગલાં લે અને આર્થિક સંકટમાંથી બહાર આવવામાં જનતા ની મદદ કરે. નહીંતર આગામી સમયમાં આમ આદમી પાર્ટી દ્વારા બંધારણીય અધિકારોનો ઉપયોગ કરીને મોટા આંદોલનો કરવામાં આવશે.