વરસાદની આગાહી : રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી, ગુજરાતમાં વરસાદનું જોર વધશે

0
88

હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડશે. શુક્રવાર, 5 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. રાજ્યમાં 7 અને 8 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન ડાંગ, તાપી, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં સારો વરસાદ પડશે. અમદાવાદ શહેરની વાત કરીએ તો પાંચ દિવસ સુધી સામાન્ય વરસાદ પડશે. અમદાવાદ શહેરમાં પણ આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ શહેરમાં વરસાદની સંભાવના છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં ભારે વરસાદની સંભાવના છે. 8 ઓગસ્ટે રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે.

5 ઓગસ્ટે આણંદ, વડોદરા અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી. આ દિવસે અન્ય કોઈ જિલ્લામાં વરસાદની કોઈ શક્યતા નથી. 6 ઓગસ્ટે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથમાં ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. 7 ઓગસ્ટે જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ, ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. 8 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી છે. જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ, નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત પોરબંદર, રાજકોટ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે.

ગુજરાતમાં વરસાદ
ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 71.10 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં 118.12 ટકા નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 58.05 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 58.05 ટકા, સૌરાષ્ટ્રમાં 62.56 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 83.57 ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 27 જિલ્લાના 91 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ અમરેલી જીલ્લામાં વિદ્યામાં 57 મી.મી.