દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે વલસાડથી લઈને ઉમરગામ સુધીના વિસ્તાર માં બારેય મેઘ ખાંગા થતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

સાયકોલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ સુરત તરફ આગળ વધતા આગામી 3 દિવસ માં ભારે વરસાદ વરસવાની શક્યતા ને પગલે તંત્ર માં દોડધામ..
ખાસ કરીને વલસાડ જીલા અને આસપાસ ના દરિયાઈ વિસ્તારો માં હજુપણ ભારે વરસાદ ની શક્યતા ને પગલે તંત્ર એલર્ટ

વલસાડ શહેર અને જિલ્લામાં મેઘરાજા ની ઝંઝાવતી બેટિંગ
–વલસાડ માં નિચાણ વાળા વિસ્તારો માં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું : રેલવે ટ્રેક ઉપર પાણી ફરી વળતા ટ્રેઈન વ્યવહાર ખોરવાયો
–ઉમરગામ માં આઠ ઈંચ વરસાદ :શાળાઓ માં જાહેર કરાઈ રજા :વાપી માં ઠેરઠેર પાણી ભરાયા

વલસાડ શહેર ની વાત કરીએ તો શહેર ના તમામ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયા છે અને કેટલાક ઘરો માં પાણી ભરાઈ જતા લોકો ની હાલત કફોડી બની છે, શહેર ના તિથલ રોડ ઉપર પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર ને અસર થઈ છે,ઉપરાંત ગ્રીનપાર્ક , છીપવાડ ,મોગરાવાડી, હાલર,તેમજ શાંતિ મોટર્સ ની પાછળ ના વિસ્તારો પાણીથી તરબોળ થઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું છે અને લોકો મુશ્કેલી માં મુકાઈ ગયા છે એટલું જ નહીં વલસાડ રેલવે સ્ટેશન ના પ્લેટફોર્મ નં :-1 ઉપર ના ટ્રેક ઉપર પાણી ફરી વળતા ટ્રેન વ્યવહાર ને અસર પહોંચી છે અને તમામ ટ્રેનો 2 થી 3 કલાક મોડી ચાલી રહી છે, પરિણામે મુંબઇ થી અમદાવાદ તરફ જતા આવતા મુસાફરો ભારે મુશ્કેલી માં મુકાઈ ગયા છે, જિલ્લાના ઉમરગામ માં સતત આઠ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતા આ વિસ્તાર માં જનજીવન ખોરવાઈ ગયું છે અને શાળાઓ માં રજા જાહેર કરી દેવામાં આવી છે.
વાપીમાં પણ ઠેરઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે અને તંત્ર દોડતું થઈ ગયું છે, વલસાડ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી માં વેઠ ઉતારાતાં પહેલાજ વરસાદે તંત્ર ની પોલ ખોલી નાખી છે, દર વર્ષે અહીં ચોક્કસ વિસ્તારો માં પાણી ભરાવાની સમસ્યા હોવા છતાં કોઈ નકકર આયોજન કરવામાં નહીં આવતા વલસાડ ના નાગરિકો ને સહન કરવાનો વારો આવે છે, સતત વરસી રહેલા વરસાદ વચ્ચે અને વધુ વરસાદ ની આગાહી ને પગલે જિલ્લાનું વહીવટી તંત્ર સાબધું બન્યુ છે. વલસાડ શહેર અને જિલ્લાના વરસાદ અને સ્થિતિ ના સમાચારો ના અપડેટ માટે જોતા રહો સત્યડે ડોટકોમ..

 

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે વલસાડથી લઈને ઉમરગામ સુધી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જુઓ વિડીયો

વલસાડમાં ભારે વરસાદ ને પગલે જિલ્લા માં તંત્રને એલર્ટ કરાયું .

 

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com