રાજકોટમાં SRP કોન્સ્ટેબલની પત્ની ઈન્સ્ટાગ્રામ પર કોઈની સાથે કરતી હતી ચેટ , પતિએ આપ્યો ઠપકો તો કર્યો આપઘાત

0
52

રાજકોટના ઘંટેશ્વર પાસેના એસઆરપી કેમ્પ ક્વાર્ટર્સમાં રહેતા પ્રિતિકાબેન અતુલભાઈ ગામીત (33)એ આજે ​​સવારે પોતાના ઘરે એકલા હતા ત્યારે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. રાજકોટમાં પતિ સાથે રહેતા પ્રિતિકાબેનના મામા તાપી જિલ્લામાં આવેલા છે. તેમના લગ્નને 11 વર્ષ થયા છે અને તેમને બે દીકરીઓ છે. પ્રિતિકાબેને ઈન્સ્ટાગ્રામ પર કોઈની સાથે ચેટ કરવા બાબતે ઠપકો આપતાં પ્રિતિકાબેને આત્મહત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

તમને જણાવી દઈએ કે મૃતક પત્નીનો પતિ SRPમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. સવારે બે પુત્રીઓ શાળાએ ગયા બાદ પ્રિતિકાબેન ઈન્સ્ટાગ્રામ પર કોઈની સાથે ચેટ કરી રહ્યા હતા. ત્યારબાદ પતિ અતુલભાઈએ તેને ઠપકો આપતાં બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. ત્યારબાદ પતિ પરેડ માટે નીકળ્યા હતા અને અતુલભાઈ 10.30 વાગ્યે પરેડમાંથી પરત આવ્યા ત્યારે મુખ્ય દરવાજો ખુલ્લો હતો અને રૂમનો દરવાજો બંધ હતો. આ અંગે તેમણે દરવાજો ખખડાવતા પ્રિતિકાબેને દરવાજો ન ખોલતાં તેઓ તરત જ રૂમનો દરવાજો તોડી અંદર પ્રવેશ્યા હતા. અંદર જઈને પતિએ જોયું તો અંદર પત્ની પ્રિતિકાબેનની લાશ લટકતી હતી. ત્યારબાદ તાત્કાલિક 108ને જાણ કરવામાં આવી હતી. પ્રિતિકાબેનને હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. આ ઘટના સંદર્ભે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ કાગળો તૈયાર કરીને મૃતકના સંબંધીઓને જાણ કરી હતી. પત્નીના અવસાનથી બંને દીકરીઓએ માતાનો આશ્રય ગુમાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાજકોટ જિલ્લાના જામકંડોરણાના ખાટલી ગામે ભાણાભાઈ પટેલની વાડીમાં રહેતી રેખાબેન જયસુખભાઈ મકવાણા (ઉંમર 23)એ બીમારીથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. જે બાદ તેને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, અહીં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આના બે દિવસ પહેલા જેતલસર ગામમાં રહેતા ઉદ્યોગપતિના 16 વર્ષના પુત્રએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.