રામ કથા: ઇસ્ટ આફ્રિકામાં આવેલા ટાંઝાનિયા દેશના ટાપુ ઝાંઝીબાર ખાતે મોરારીબાપુની રામ કથાનો પ્રારંભ

0
55

ઇસ્ટ આફ્રિકામાં આવેલા ટાંઝાનિયા દેશના ટાપુ ઝાંઝીબાર ખાતે મોરારીબાપુના મુખેથી રામચરિત “માનસ રામ રક્ષા”ના નામાભિધાનથી 903મી કથા તા.10 સપ્ટેમ્બરના રોજ શનિવારે ભારતીય સમય સાંજના છ કલાકે પ્રારંભ થયો હતો, અત્રે યાદ રહે કે ઝાંઝીબાર બંદર એક સમયે ધમધમતું સમુદ્રી બંદર હતું. આ બંદર પર ગાંધીજી વિલાયતના પ્રવાસ માટે સમુદ્રી મુસાફરી કરી રહ્યાં હતાં ત્યારે ત્યાં ઉતર્યા હોવાનો ઉલ્લેખ તેઓ પોતાની આત્મકથા સત્યના પ્રયોગોમાં કર્યો છે.

બંદર ખૂબ રમણીય ચોતરફ દરિયા કિનારાથી ધેરાયેલો એક ટાપ્ છે. હું ઇસ્ટ આફ્રિકા ઘણીવાર આવ્યો મોરારીબાપુએ પ્રથમ દિવસે પોતાની વાણીને મુખર કરતાં કહ્યું કેસ હું ઇસ્ટ આફ્રિકા ઘણીવાર આવ્યો છું. કદાચ પહેલી રામકથા વિદેશમાં લઈને પણ ઇસ્ટ આફ્રિકાના કેન્યાના પાટનગર નેરોબી આવ્યો હતો. કથાના યજમાન નિમિત્ત માત્ર પરિવાર નિલેશભાઈ જસાણી અને રામસ્થ રમાબેને કથા સિવાય કશું માગ્યું નથી.

રામ રક્ષા સ્ત્રોત અરણ્યકાંડનો ઉલ્લેખ કરતાં મોરારીબાપુએ કહ્યું કે, અહીં સીતાજીની ખોજમાં નીકળેલાં ભગવાન રામ, જટાયુ, શબરી વગેરેનો ઉદ્ધાર કરીને આખરે પંપા સરોવર પહોંચે છે. ત્યારે ત્યાં નારદજીનો ભેટો થાય છે અને નારદજી એવો સવાલ કરે છે કે તમે મારા લગ્નએ વિશ્વ મોહિની સાથે થતાં અટકાવ્યા કેમ અને તેના પ્રત્યુતરમાં ભગવાન રામ “રામ રક્ષા સ્ત્રોત” સંભળાવે છે. આજની કથામાં મહાત્મ્યની પણ વિશેષ ચર્ચા થઈ.