Realme નો બજેટ સ્માર્ટફોન C33 પહેલીવાર સેલ માટે ઉપલબ્ધ, મળશે આ ઓફર

0
97

ગયા અઠવાડિયે Realme એ ભારતીય બજારમાં એન્ટ્રી-લેવલ સ્માર્ટફોન Realme C33 લોન્ચ કર્યો હતો. હવે Realme C33 આજે પહેલીવાર સેલ માટે આવ્યો છે.

Realme C33 કિંમત અને ઑફર્સ
Realme C33ને બે સ્ટોરેજ વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. તેના બેઝ વેરિઅન્ટમાં 3GB રેમ આપવામાં આવી છે. તેની સાથે 32GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. તેની કિંમત 8,999 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે 4GB રેમ અને 64GB સ્ટોરેજ માટે તમારે 9,999 રૂપિયા ખર્ચવા પડશે.

કલરની વાત કરીએ તો આ ફોનને એક્વા બ્લુ, નાઇટ સી અને સેન્ડી ગોલ્ડ ટુલે ઓપ્શનમાં રજૂ કરવામાં આવ્યો છે. આ Realme ફોનનો ફ્લેશ સેલ શરૂ થઈ ગયો છે. સેલ ઓફર તરીકે ખરીદદારોને HDFC બેંક ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ટ્રાન્જેક્શન પર રૂપિયા 1000નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે..
જ્યારે ICICI બેંકના કસ્ટમર Realme India વેબસાઇટ પરથી સીધા જ Realme C33 ખરીદે છે, ત્યારે કસ્ટમરને 1,000 રૂપિયાનું ઇન્સસ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.. Flipkart Axis Bank કાર્ડ યુઝર્સને આ ડિવાઇસની ખરીદી પર 5% નું કેશબેક આપવામાં આવી રહ્યું છે.

Realme C33 ના સ્પેશિફિકેશન
સ્પેશિફિકેશનની વિશે વાત કરીએ તો Realme C33 માં 6.5-ઇંચની HD+ સ્ક્રીન આપવામાં આવી છે. તેનો ટચ સેમ્પલિંગ રેટ 120Hz છે. તેમાં Unisoc T612 ચિપસેટ આપવામાં આવી છે. આ સિવાય તેમાં 4GB રેમ અને 64GB સ્ટોરેજ છે. સ્ટોરેજને 1TB સુધી વધારી શકાય છે.

આ હેન્ડસેટમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 12-આધારિત Realme UI S એડિશન પર કામ કરે છે. ફોટોગ્રાફીની વાત કરીએ તો આ ફોનની બેક સાઇડમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરો આપવામાં આવ્યો છે. ફોનના ફ્રન્ટ સાઇડમાં સેલ્ફી અને વીડિયો કૉલ્સ માટે 5-મેગાપિક્સલનો કેમેરો છે.

Realme C33માં 5,000mAhની બેટરી આપવામાં આવી છે. તે 10W ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોનનું વજન 187 ગ્રામ છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4G, ડ્યુઅલ-બેન્ડ Wi-Fi, બ્લૂટૂથ, GPS અને USB Type-C પોર્ટ છે.