Redmi Note 5 ભારતમાં થયો લોન્ચ 

શાઓમીએ આજે એક ઇવેન્ટમાં તેના લોકપ્રિય બજેટ સ્માર્ટફોન Redmi Note 5 લોન્ચ કર્યો છે.અાપને જણાવી દઈએ કે Redmi Note 4 ભારતમાં સૌથી વધુ વેચાતો સ્માર્ટફોન છે.તે 3GB/32GB અને 4GB/64GBના બે વેરીયન્ટમાં ભારતમાં રજુ કરવામાં આવ્યો હતો.તેમની કિંમત રૂ .9,999 અને રૂ. 11,999 રાખવામાં આવી છે. તેનું પ્રથમ વેચાણ ફેબ્રુઆરી 22થી શરૂ થશે.ગ્રાહકોને રૂ. 2,200 ના જિઓ-કેશબેક અને એરટેલના વધારાના ડેટાનો લાભ મળશે.

Redmi Note 5 માં 5.99 ઇંચની પૂર્ણ એચડી પ્લસ સ્ક્રીન છે અને તેના ડિસ્પ્લેમાં 18: 9 નો રેશિયો છે.એટલે કે, ઓછા અંશે તમે બેઝલ લેસ સ્માર્ટફોનને કહી શકો છો.તેમાં 32 જીબી સ્ટોરેજ 3 GB રેમ  ઉપલબ્ધ છે, જ્યારે 64 GB ઇન્ટરનલ મેમરી 4 GB રેમ સાથે પૂરી પાડવામાં આવે છે.માઇક્રો એસડી કાર્ડ સાથે તમે તેની મેમરીમા વધારો કરી શકો છો.Redmi Note 5માં  ક્વોલકોમ સ્નેપડ્રેગન 625 પ્રોસેસર છે જેમાં મેક્સ સ્પીડ 2.0 ગીગાહર્ટ્ઝ છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com