રેસિડેન્ટ ડૉકટરો પોતાની પડતર માગણીઓને લઇ અડગ આરોગ્યવિભાગે હોસ્ટેલ ખાલી કરવા કર્યા આદેશ

0
74

રાજ્યમાં 6 મહાનગરપાલિકાઓમાં હાલ રેસિડેન્ટ ડૉકટરોની હડતાળ ચાલી રહી છે.આજે હડતાળનો 7મો દિવસ છે. રેસિડેન્ટ ડૉકટરો પોતાની વિવિધ પડતર માગણીઓને લઇ અડગ જોવા મળી રહ્યા છે અને સેવાઓથી અળગા રહેતા આરોગ્ય એકશનમોડમાં જોવા મળી રહ્યો છે . તો બીજી તરફ સરકાર ઝૂકેગા નહી બાબતને સાર્થક કરી ટસથી મસ નથી થઇ રહી જેને લઇ હડતાળમાં ઉતરેલા રેસિડેન્ટ ડૉકટરો અને ઇર્ન્ટન ડૉકટરો આરોગ્ય વિભાગે 24 કલાકમાં હોસ્ટેલ કરવાના નિર્દેશ આપ્યા છે.તો બીજી તરફ તબીબો પણ જયાં સુધી માગ નહી સંતોષાય ત્યા સુધી લડી લેવાનો મૂડ બનાવ્યો છે.

હાલ તબીબો સેવાઓથી અળગા રહેતા દર્દીઓ તેમજ સગાને ભારે હાલાકીનો સામાનો કરવો પડી રહ્યો છે.ઓપીડી સહિત કોરોના વાર્ડે પણ બંધ કરી દેવાતા દર્દીઓની સારવાર માટે લાંબી લાઇનો જોવા મળી રહી છે તો બીજી તરફ રાજ્યસરકારે પણ આ બાબતે અંગે અકક્ડ મૌન સેવ્યુ છે.
શું છે માગણીઓ

આ અગે સત્ય ડે ન્યુઝે તબીબો સાથે વાતચીતા કરતા તેમણે જણાવ્યુ હતુ કે છેલ્લા એક વર્ષથી આરોગ્ય વિભાગમાં અમારે બોન્ડને સિનિયર રેસિડેન્સીમાં ગણવા બાબતે રજૂઆત કરેલી છે. ત્રણ વર્ષની રેસિડેન્સીના ૩૬ મહિનામાં થી 17 મહિના કોવિડ મહામારી માં કામ કરેલી છે અમે 2019 માં એમ. ડી /એમ. એસ રેસિડેન્સીમાં પ્રવેશ મેળવેલ છે. માર્ચ 2020 થી કોવીડ ચાલુ થયેલ છે.