સુરત રેલ્વે સ્ટેશન ખાતેથી યુવાનોને છેતરતી લૂંટેરી દુલ્હન ઝડપાઇ

0
92

થોડાક દિવસ આગાઉ રાજ્યમાં લૂંટેરી દુલ્હન સમાચાર વાયુવેગે પ્રસારિત થયા હતા.જોકે આ ઘટના હજુ શમી નથી સુરતમાંથી તાજેતરમાં વધુ એક લૂંટેરી દુલ્હનનો કિસ્સો પ્રકાશ આવ્યો છે. કેટલીક યુવતીઓ યુવાનોને ભોળાવી-ફોસલાવી તેમને પહેલા વિશ્વાસમાં લે છે ત્યાર બાદ તેમની સાથે લગ્ન કરી યુવકના ઘરે રહેલા દાગીના રોકડ રકમ લઇ ફરાર થઇ જાય છે જેને આવા કિસ્સોઓમાં નવી દુલ્હન લૂંટ ચલાવી નાસી જાય છે જેને લઇ લૂંટરી દુલ્હન તરીકે ઓળખાય છે સુરતની એક મહિલાએ થોડાક દિવસ આગાઉ કર્ણાટક એક પુરષ સાથે લગ્ન કર્યા હતા ત્યાર બાદ તક મળતા સોના દાગીના રોકડ મળી કુલ 1.96 માત્તાની ચોરી કરી નાસી ગઇ હતી જે છેલ્લા એક વર્ષથી સુરતમાં હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળતા પોલીસે સુરત રેલ્વે સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યા હતા જેમાં મહિલાએ 6થી વધુ પુરુષોને છેતર્યા હોવાનો સામે આવ્યો છે જેમા આ લૂંટેરી દુલ્હન સુરત,રાપર ,અમરેલી,મુંબઇ ,કર્ણાટક સહિતના પરુષોને પોતાની લૂંટ શિકાર બનાવી ચૂકી છે.

લૂંટેરી દુલ્હનની માહિતી સુરતના વરાછા પોલીસને મળી હતી જેમાં પોલીસે બાતમીના આધારે સુરત રેલ્વેસ્ટેશન વિસ્તારમાંથી દબોચી પાડ્યો હતો જેમાં પોલીસ સઘન પૂછપરછ કરતા હજુ સુધી 5થી વધુ પુરુષો સાથે વિશ્વાસઘાત કરી હજારો રૂપિયા લૂંટવાનો કબૂલ્ય હતો જેમાં કચ્છના ગાંધીધામ પૂર્વ રાપર ખાતે આ લૂંટેરી દુલ્હનને રાપરના યુવાન સાથે લગ્ન કરી 1.80લાખથી વધુનો રોકડ તેમજ દાગીના લઇ રફુચક્કર થઇ હતી જે રાપર પોલીસ સ્ટેશન ભોગ બનનાર યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી હતી અંતે સુરત પોલીસે તેની ધરપક઼ડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.