Rohit Sharma ની અણનમ સદીની ઇનિંગના આધારે ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને ત્રીજી અને અંતિમ ટી-૨૦ મેચમાં ૭ વિકેટથી હરાવી દીધું હતું. આ જીત સાથે જ ભારતીય ટીમે ઇંગ્લેન્ડમાં પ્રથમ વખત અને સતત છઠ્ઠી સીરીઝ પોતાના નામે કરી લીધી હતી. એટલું જ નહિ ભારતીય ટીમે ત્રણ મેચની ટી-૨૦ સીરીઝમાં ક્યારેય ના હારવાના રેકોર્ડને બરકરાર રાખતા ૮ મી સીરીઝ જીતી હતી. ટીમ ઇન્ડિયા માટે ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ ૫૬ બોલનો સામનો કરતા અણનમ ૧૦૦ રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન રોહિત શર્માએ ૧૧ ચોગ્ગા અને ૫ સિક્સર ફટકારી હતી. રોહિત શર્માએ આ સદી સાથે જ ટી-૨૦ ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. રોહિત શર્મા ટી-૨૦ આંતરરાષ્ટ્રીયમાં ન્યૂઝીલેન્ડના કોલિન મુનરો બા સંયુકતપણે દુનિયાના બીજા એવા બેટ્સમેન બની ગયા જેને ટી-૨૦ માં ત્રણ સદી ફટકારી હોય. તેન સિવાય રોહિત શર્માએ વનડે ક્રિકેટમાં ત્રણ બેવડી સદી ફટકારવાનું પણ કારનામું કરી ચુક્યા છે. વનડે ફોર્મેટમાં રોહિત શર્માના નામે ત્રીજી ત્રેવડી સદી છે. રોહિત શર્માના સિવાય દુનિયામાં કોઈ એવા બેટ્સમેન નહિ જેને વનડેમાં ત્રણ બેવડી સદી ફટકારી હોય. વનડેમાં રોહિત શર્માનો સર્વાધિક સ્કોર ૨૬૪ રનનો છે જયારે ટી-૨૦ માં રોહિત શર્માએ ૧૧૮ રનની સર્વાધિક ઇનિંગ રમી છે. ઉલ્લેખનીય છે કે, તેની સાથે રોહિત શર્મા ૨૦૦૦ રન બનાવવાની આ યાદીમાં પાંચમાં સ્થાન પર આવી ગયા છે. પરંતુ તે સૌથી ઓછા બોલ રમવાની આ બાબતમાં બીજા સ્થાન પર આવી ગયા છે. તેમના અગાઉ વિરાટ કોહલીએ ૧૪૬૭ બોલમાં બે હજાર રન પુરા કર્યા હતા. રોહિત શર્મા હવે ન્યૂઝીલેન્ડના બ્રેન્ડન મેક્કુલમની સાથે ૧૪૭૬ બોલ્મમાં બે હજાર રન બનાવનાર સંયુકતપણે બીજા બેટ્સમેન બની ગયા છે. તમને જણાવી દઈએ કે, ટી-૨૦ માં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના માર્ટીન ગુપ્તીલના નામે છે. માર્ટીન ગુપ્તીલે ૭૫ મેચમાં ૩૪ ની એવરજથી ૨૨૭૧ રન બનાવ્યા છે. તેમાં બે સદી અને ૧૪ અડધી સદી પણ સામેલ છે. માર્ટીન ગુપ્તીલ ટી-૨૦ માં સૌથી વધુ સિક્સર ફટકારવાની બાબતમાં વેસ્ટ ઇન્ડીઝના ક્રીસ ગેલની સાથે સંયુકતપણે પ્રથમ નંબર પર છે. ક્રીસ ગેલે જ્યાં ૫૬ ટી-૨૦ મેચમાં ૧૦૩ સદી ફટકારી તો ત્યાં માર્ટીન ગુપ્તીલને આ આંકડાને પ્રાપ્ત કરવા માટે ૭૫ મેચ રમવી પડી છે.