અમદાવાદઃ એકતરફી પ્રેમમાં પાગલ યુવકની રોમિયોગીરી, કોલેજ પાસે યુવતીની છેડતી

0
66

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી યુવતીએ સોસાયટીમાં રહેતા યુવક સાથે મિત્રતા કરી હતી. પરંતુ યુવકે તે મિત્રતાને પ્રેમ સમજી યુવતી સાથે લગ્ન કરવાની વાત કરી હતી. યુવતીના ના પાડતા યુવકે યુવતીનો કોલેજ જતાં પીછો શરૂ કર્યો હતો. ગત રોજ પણ યુવકે પીછો કરી તેને બાઇક પર બેસાડવાનું દબાણ કરી તેની છેડતી કરી હતી. યુવતીની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.

યુવતીની તેની સોસાયટીમાં રહેતા યુવક સાથે મિત્રતા હતી.
શહેરના વસ્ત્રાલમાં રહેતી 20 વર્ષીય યુવતી સરખેજ-ગાંધીનગર હાઇવે પર આવેલી કોલેજમાં એમએસસી માઇક્રોબાયોલોજીનો અભ્યાસ કરે છે. આ છોકરી BRTS બસ દ્વારા ઘરેથી કોલેજ જાય છે. આ યુવતીને તેની સોસાયટીમાં રહેતા એક યુવક સાથે મિત્રતા હતી. બંને વચ્ચે લગભગ પાંચ વર્ષથી મિત્રતા હતી, પરંતુ અઢી વર્ષથી યુવતી વચ્ચે સંબંધ ન હોવા છતાં યુવક તેની સાથે લગ્નની વાત કરવાનો પ્રયાસ કરતો હતો.

યુવક તેની પાછળ બાઇક પર આવ્યો

છેલ્લા એક સપ્તાહથી વિદ્યાર્થિની કોલેજ જવા નીકળતી ત્યારે આ યુવક તેની પાછળ બાઇક પર આવતો હતો. યુવતીએ તેના માતા-પિતાને આ અંગે જણાવ્યું અને તેઓએ યુવકને સમજાવી. જો કે યુવક અકારણ પ્રેમમાં પાગલની જેમ આ યુવતીને ફોલો કરતો હતો. ગતરોજ આ યુવકે ફરી પીછો કરી યુવતીને બાઇક પર બેસાડવાનું દબાણ કર્યું હતું. યુવતીના ના પાડ્યા બાદ પણ આ યુવક રાજી ન થયો. આખરે યુવકે યુવતીનો હાથ પકડીને છેડતી કરી હતી. ગભરાયેલી યુવતીએ પોલીસને જાણ કરતાં પોલીસે યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી. સમગ્ર મામલે પોલીસે છેડતીનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપીનો ફોન જપ્ત કરી લેવામાં આવ્યો છે અને કોઈ ગુનાહિત કૃત્ય આચરવામાં આવ્યું છે કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવી છે.