12 જાન્યુઆરીએ રોયલ એનફિલ્ડની નવી બાઇક લોન્ચ થશે જાણો તેની કિંમત

પાવરફૂલ બાઇક્સ બનાવતી ભારતીય કંપની રોયલ એનફિલ્ડ 12 જાન્યુઆરીએ ભારતમાં નવુ મોડેલ લોન્ચ કરવાની છે. આ રોયલ એનફિલ્ડ Himalayan Fi બાઈકનું 2018 મોડેલ હશે. નવા બાઈકના ફોટાઓ ઓનલાઇન વાયરલ થઈ રહ્યા છે. અપડેટે બાઇક નવી સ્કીમ સાથે આવે છે રોયલ એનફિલ્ડ Himalayan Fi કંપનીનું પ્રથમ અોફ રોડ બાઇક છે. આ ઉપરાંત ભારતીય બજારમાં કોઈ પણ અન્ય કંપની આ કિંમતમાં અોફ રોડ બાઇક નથી અાપતું.
એન્જિનની વાત કરીએ તો 2018 મોડેલમાં કોઈ ફેરફાર નહીં થાય. પહેલાનું જ 411 સીસી એન્જિન મળશે, જે 24.5 બીએચપીનું પાવર અને 32 એનએમનું ટોર્ક જનરેટ થશે. બાઇકના ફ્રન્ટ વ્હીલમાં 300 એમએમનું ડિસ્ક બ્રેક અને રીઅર વ્હીલમાં 240 એમએમનું ડિસ્ક બ્રેક મળે છે.
આ વખતે કંપની બાઇક્સમાં એબીએસ (એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ) પણ વિકલ્પ તરીકે આપવામાં આવે છે. બાઇકનું ફ્રન્ટ વ્હીલ 21 ઇંચનું છે. આ ઉપરાંત લાંબા વીન્ડસ્ક્રીન, વધુ જાણકારી સાથે ઇન્સ્ટ્રુમેન્ટ કલ્સ્ટર આપવામાં આવશે. આ બાઇકની કિંમત 1.7 લાખ રૂપિયા હશે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com