2 રૂપિયા મોંઘુ થયું પેટ્રોલ, ડીઝલમાં 1.89 રૂપિયાનો વધારો

પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ હાઇ પર પહોંચી ગયા છે. ગત એક અઠવાડિયામાં પેટ્રોલ પર 2 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 1.89 પ્રતિ લીટર ભાવ વધી ગયા છે. ઓઇલ કંપનીઓ દ્વારા સવારે 6 વાગે જાહેર કરવામાં આવેલા ભાવ પત્રક અનુસાર સોમવારે પેટ્રોલ પર 33 પૈસા અને ડીઝલ પર 25 પૈસાનો વધારો કરવામાં આવ્યો. દિલ્હીમાં પેટ્રોલ પોતાના રેકોર્ડ હાઇ 76.57 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયો છે. તો બીજી તરફ ડીઝલના ભાવ પણ રેકોર્ડ સ્તર 67.82 રૂપિયા પ્રતિ લીટર પર છે.
ગત ચાર અઠવાડિયાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલ કિંમતો વધવાના લીધે પેટ્રોલ અને ડીઝલની મોંધવારી વધી રહી છે. સ્થાનિક સેલ્સ ટેક્સ અને વેટના અનુસાર દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ-અલગ હોય છે. દેશના બધા પ્રદેશોની રાજધાનીઓ અને મેટ્રો શહેરોની તુલનામાં દિલ્હીમાં ભાવ ઓછા છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com