ભીલાડ RTO ચેકપોસ્ટની ગેરકાયદેસર દૈનિક કમાણી અધધધ અઢી લાખ રૂપિયા!

વરસે ૧૦ કરોડથી વધુનો ભ્રષ્ટાચાર!

   સમગ્ર ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચાર ઓછુ કરવા માટે આખા દેશમાં વે બ્રીજ પર ગાડી પાસ કરીને આર.ટી.ઓ ચેકીંગ વગેરે કરવા માટે પ્રથમ બનનાર ભીલાડ ચેકપોસ્ટ પર અપ અને ડાઉન બંને તરફ સ્થાનિક ગેંગના ફોલ્ડરીયાઓનાં અંકુશથી હરરોજ ઓછામાં ઓછું અઢી લાખ રૂપિયા અને વરસે દહાડે રૂપિયા દશ કરોડથી વધુનો ચુનો ગુજરાત સરકારની તીજારીને લાગી રહ્યો છે ગુજરાત રાજ્યની સૌથી વધુ અવર જવર ધરાવતી ભીલાડ ચેક પોસ્ટ પર મુલાકાત લેતાં એવું જણાઇ આવ્યું કે હાલે ભીલાડ ચેકપોસ્ટ પર અપ અને ડાઉન વાહનોની અવરજવર સંભાળતા ભીલાડનાં સ્થાનિક વિપુલ જાધવ ભાજપ શાસિત વલસાડ જીલ્લા પંચાયતનાં માજી ઉપપ્રમુખ અને કપિલ જાધવને ઇન્ચાર્જ આર.ટી.ઓ. અધિકારી કે.જી.જાડેજા એ કહી દીધુ છે કે એ.સી.બી અને પ્રેસથી ડરવાની જરૂર નથી તમે તમારે તમારી ફોલ્ડરીયા ગેંગનાં સથવારે બિન્દાસ્ત ધંધો કરો છાપાથી અને એ.સી.બી નાં અધિકારીથી ડરવું નહીં હવે આ ફોલ્ડરીયા ગેંગ જા સ્થાનિક એ.સી.બી. અને છાપાથી ડરવાનું ના કહે છે મતલબ કે તેમનું સેટીંગ ડોટ કોમ ઉપર સુધી પહોંચી ગયું છે આ સમાચારો ગુજરાત રાજ્યનાં વાહન વ્યવહાર ખાતાનાં રણછોડભાઇ સી. ફળદ્રુ સુધી પહોંચવા જાઇએ. (અહીં ઉલ્લેખનીય છે કે વાહન વ્યવહાર ખાતાનાં પ્રધાન આર.સી.ફળદ્રુનાં વાપી ખાતે સ્થાનિક કનેકશનો ખૂબ જ છે.)

   હાલે ગુજરાત સરકારમાં કેબીનેટમાં નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ પછી તરતનું સ્થાન ધરાવતા રણછોડભાઇ સી. ફળદ્રુ કૃષિ, ગ્રામ વિકાસ જેવા ઘરખમ ખાતાઓ સાથે વાહનવ્યવહાર ખાતુ પણ સંભાળે છે આર.સી. ફળદ્રુ પ્રમાણિક રાજકારણી તરીકે ભાજપનાં સન્માનીત હોઇ ગુજરાત પ્રદેશ ભાજપનાં પ્રમુખ પદે પણ સફળતાથી કામ કર્યું હતું હવે આ વાહન વ્યવહાર ખાતાની નાક સમાન ભીલાડ ચેક પોસ્ટ પર વરસે દહાડે કરોડોની ખાયકી શું વાહનવ્યવહાર ખાતાનાં કેબીનેટ મંત્રી આર.સી.ફળદ્રુ જાણતા નહીં હશે? અને જાણતા ના હોય તો વહેલી તકે આ કરોડોની ખાયકી કોઇ ગેંગ કે કોઇ સ્થાનિકો કે અધિકારીઓ ના ગજવામાં ન જાય અને સરકારની અધિકૃત તીજારીમાં આ કરોડો રૂપિયા જમા થાય તેની વ્યવસ્થા વહેલી તકે કરાવી જાઇએ.

   વિપુલ જાધવ જે આ સમગ્ર ફોલ્ડરીયા ગેંગનાં સર્વોચ્ચ સ્થાને બીરાજમાન છે. તેમણે સુત્રોનાં જણાવ્યા અનુસાર ભીલાડમાં ૧૦૦ થી વધુ રૂમો બનાવીને ભાડે આપવાની તજવીજ કરી છે. આ બેનામી ઇન્વેસ્ટમેન્ટ ભીલાડ ચેકપોસ્ટની વ્યવસ્થિત અને નિયમિત ઉઘરાણીમાંથી કરી છે કારણ કે ભીલાડમાં પરપ્રાંતીઓ અને ઉમરગામ, સરીગામ, દમણ, સેલવાસ, નરોલી ખાતે આવેલા ઉદ્યોગોમાં ખૂબ જ મોટી સંખ્યામાં પરપ્રાંતીઓ અને કર્મચારીઓ કામ કરે છે જેમને આ ચાલીઓમાં રૂમ ભાડે આવી ખૂબ જ મોટી રકમ દર મહિને મળે તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે જે વાપી વિભાગમાં ઇન્કમટેક્ષ વિભાગ અને એ.સી.બી. વિભાગ માટે સમગ્ર કાર્ય ચેલેન્જ રૂપ છે.

ભીલાડ ચેકપોસ્ટ ચોવીસે કલાક ધમધમતી હોવાથી સરકારી કાયદાને ધ્યાનમાં રાખી આ ફોલ્ડરીયા ગેંગ પણ આઠ આઠ કલાકની ત્રણ શીફટ કરે છે ત્રણે શીફટમાં ૧૫ ફોલ્ડરીયા અપ અને ૧૫ ફોલ્ડરીયા ડાઉનમાં ઉઘરાણી કરે છે. ભીલાડમાં આ જાધવ બંધુઓ સિવાય મુસ્લીમ ગેંગ પણ સક્રીય છે જે આ બાબતનાં રેગ્યુલર ઉઘરાણામાં પડતી નથી. પરંતુ સ્પેશ્યલ કામોનો કોન્ટ્રાકટ રાખી દારૂની ગાડીઓનું ટ્રાન્સપોર્ટેશન ગેરકાયદેસર સફેદ રેતી અને અન્ય રેતીની ગાડીઓ પાસ કરાવીને રોકડી કરી લેવામાં સંતોષ માને છે.
   આ ફોલ્ડરીયા ગેંગના મોટા ભાગનાં માણસો પોલીસ ખાતાની જેમ યુનિફોર્મ આપવામાં આવ્યા છે કે જેથી ટ્રક ચાલકો અને અવરજવર કરતી પ્રજામાં એક ચોક્કસ પ્રકારની ઇમેજ અને પ્રભાવ જળવાઇ રહે અને આ ઇમેજને વાપરીને આ ફોલ્ડરીયા દરેક ટ્રક અને દરેક પ્રકારનાં કોમર્શિયલ વાહનો પાસેથી રૂ.૫૦ થી લઇને ૧૦૦૦ કે તેની આસપાસનું ઉઘરાણુ કરીને પ્રમાણિક રીતે ફોલ્ડરીયા ગેંગનાં માણસો ત્યાં એપોઇન્ટ  થયેલા કર્મચારી, અધિકારીઓ અને સ્થાનિક રાજકારણીઓ, સ્થાનિક મીડીયા કર્મીઓમાં રોજેરોજ મહિના પ્રમાણે અને વાર્ષિક વહેંચણી કરવામાં આવે છે.
Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com