ધોની બીજીવાર પિતા બનશે? અફવાનું જોર ગરમાયું

વિરાટ અને અનુષ્કા શર્માના લગ્ન બાદ મુંબઇમાં 26 ડિસેમ્બરના રોજ રીશેપ્શન યોજાયું હતું. આ રીશેપ્શનમાં ક્રિકેટ ક્ષેત્ર અને બોલિવુડના તમામ હસ્તીઓ આવી હતી. પરંતુ આ સમયે જ્યારે ધોની અને તેની પત્નિ સાક્ષીએ રીશેપ્શનમાં એન્ટ્રી કરી ત્યાર માહોલ બદલાઇ ગયો હતો. રીશેપ્શનમાં જ્યારે લોકોનું ધ્યાન સાક્ષી તરફ ધ્યાન ગયું ત્યાર બાદ વિરાટ અને અનુષ્કાના લગ્ન કરતા વધારે ચર્ચા ધોની અને તેની પત્ની સાક્ષીની થવા લાગી હતી.

ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલી અને બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્માના લગ્નનું બીજુ રિસેપ્શન મંગળવારે મુંબઇની હોટલ સેન્ટ રેગિંસમાં યોજાયું હતું. રિસેપ્શનમાં પહોચેલી સાક્ષીને જોયા બાદ ફેન્સ વચ્ચે એક નવી વાતને લઇ ચર્ચા થવા લાગી હતી.

શું સાક્ષી પ્રેગનન્ટ છે?

આ રિસેપ્શન માટે ધોની બ્લેક સૂટ પહેરીને પહોચ્યો હતો જ્યારે સાક્ષી અને ઝીવા પિંક કલરની ડ્રેસમાં જોવા મળ્યા હતા. પિંક કલરના લેહેંગા-ચોલી પહેરીને સાક્ષી ઘણી સુંદર લાગતી હતી. જો કે તેની ટમી થોડી બહાર નીકળેલી હતી. સાક્ષીને જોયા બાદ કેટલાક લોકોને લાગ્યુ કે આ તેનો બેબી બમ્પ હોઇ શકે છે. તે પછી વાત થવા લાગી કે ધોની બીજી વખત પિતા બનવાનો છે. મહત્વપૂર્ણ છે કે ધોની અને સાક્ષીના લગ્ન જુલાઇ 2010માં દેહરાદૂનમાં થયા હતા. ફેબ્રુઆરી 2015માં દીકરી ઝીવાનો જન્મ થયો હતો. જો કે સાક્ષીના ફરી પ્રેગનન્ટ થવાની ઓફિશિયલ જાણકારી સામે આવી નથી.

Leave a Reply

Your email address will not be published.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com