સમાજવાદી પાર્ટીના સુપ્રિમો અખિલેશ યાદવે ભાજપ પર પ્રહાર કરતા RSSની પાર્ટી ગણાવી

0
57

 

કેન્દ્ર સરકાર દ્રારા આ વર્ષે આગામી 15મી ઓગસ્ટને લઇ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઇ વિપક્ષી પાર્ટીઓ પણ કેન્દ્ર સરકાર પર  નિશાનો સાંધી રહી  છે. આ વર્ષને અમૃતકાળ તરીકે ઉજવામાં આવી રહ્યો છે.

સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે ભાજપ RSSની રાજકીય પાર્ટી છે. RSSએ તેના નાગપુર હેડક્વાર્ટર પર પાંચ દાયકા સુધી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો ન હતો. સમાજવાદીઓએ જનેશ્વર પાર્કમાં સૌથી ઉંચો ધ્વજ લગાવ્યો. ત્યારબાદ તેમણે કહ્યુ કે અમે તિરંગાનું સન્માન કરીએ છીએ.અખિલેશ યાદવે કહ્યું કે ભાજપના લોકો હંમેશા લોકોમાં ભાગલા પાડવાની રાજનીતિ કરે છે. ડેપ્યુટી સીએમ પછાત વર્ગના છે, તેથી તે બતાવવા માંગે છે કે ભાજપ પછાતની સાથે છે, પરંતુ વાસ્તવમાં એવું નથી

અખિલેશ યાદવે વધુમાં આરોપ લગાવતા કહ્યુ કે તિરંગા યાત્રાને લઈને ભાજપ હુલ્લડો પણ કરાવી શકે છે. ગયા વર્ષે કાસગંજમાં આવું બન્યું હતું. તેમણે કહ્યું કે ભવિષ્યમાં જ્યારે પણ સપાની સરકાર બનશે ત્યારે જાતિની વસ્તી ગણતરી કરવામાં આવશે. સપા પ્રમુખે સ્વીકાર્યું કે વિધાન પરિષદના ઉમેદવાર કીર્તિ કોલનું નામાંકન રદ કરવામાં તેમના કાર્યાલયની મોટી ભૂલ હતી.

જનેશ્વરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ અખિલેશે જનેશ્વર પાર્કની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે આ પાર્ક હવે અવ્યવસ્થાનો શિકાર બની ગયો છે. 400 એકરમાં ફેલાયેલો આ પાર્ક લંડનના હાઈડ પાર્ક કરતા પણ મોટો છે. આજે તેના પ્લેટફોર્મ તૂટી ગયા છે. એલઈડી બંધ છે. સ્વિંગ તૂટી ગયું છે. બાથરૂમ ગંદા છે. ભાજપ આ કામ બદલાની ભાવનાથી કરી રહ્યું છે.