સંજય દત્તની બાયોપિક ‘સંજૂ’નું ટીઝરનો જાદુ

લાંબા ઇંતજાર બાદ સંજય દત્તની બાયોપિક સંજૂનું ટિઝર આખરે રીલિઝ થઇ ગયું છે. પહેલી ઝલક જ ફિલ્મની ધમાકેદાર છાપ છોડી જાય છે. રાજકુમાર હિરાનીના ડાયરેક્શનમાં આ ફિલ્મ બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મે 29 જૂનના રોજ સિનેમા ઘરોમાં રીલિઝ થનાર છે. ચાહકોએ તો ફિલ્મને અત્યારથી જ બ્લોકબાસ્ટર ગણાવી દીધી છે. લાજવાબ ટિઝરને જોતા લાગે છે કે ફિલ્મ 2018ની સૌથી હિટ ફિલ્મોમાં સામેલ થઇ શકે છે. ખાસ વાત એ છે કે આ ટિઝર અપેક્ષાથી એકદમ ઉલટું નીકળ્યું. જે ગંભીર હોવાને બદલે કૉમેડી અને વ્યંગથી ભરપૂર છે.

બોલીવુડ એક્ટર સંજય દત્તના જીવન પર બનેલી ફિલ્મ દત્ત બાયોપિકનું ટ્રેલર આખરે રિલિઝ થઇ ગયું છે. 1.25 મિનિટનાં આ ટીઝરના પહેલા જ શૉટમાં રણબીર કપૂરને જોઇને તેના ફેન્સ હેરાન રહી જશે. એક ક્ષણ માટે તમે વિચારશો કે સંજય દત્ત જ સીનમાં છે. રાજકુમાર હિરાનીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ સંજૂનું ટ્રેલર ખૂબ જ દમદાર છે. રિલિઝની ગણતરીની મિનિટોમાં જ આ ટ્રેલર યટ્યૂબ પર વાયરલ થઇ રહ્યું છે.

ટીઝરની શરૂઆતમાં જ બતાવવામાં આવ્યું છે કે, સંજય દત્તની જિંદગી સાપસીડીની જેમ છે. ક્યારેક અપ તો ક્યારેક ડાઉન.22 વર્ષની ઉંમરમાં ડ્રગ્સની ઝપેટમાં આવ્યો. થોડા મહિના બાદ બોડી બનાવીને બધાને ચોંકાવી દીધું. સંજય દત્તની લાઈફ સાથે જોડાયેલી નાની-નાની બાબતોનો ઉલ્લેખ ટીઝરમાં કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ફિલ્મનું ટીઝર ટ્રેન્ડ કરી રહ્યુ છે. સંજુમાં રણવીર કપૂર ઉપરાંત અનુષ્કા શર્મા, દીયા મિર્ઝા, સોનમ કપૂર, મનીષા કોઈરાલા, પરેશ રાવલ અને વિક્કી કૌશલ જેવા સ્ટાર્સનો રોલ પણ દમદાર છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com