બેઠકો ઘટશે પણ સત્તા ઉપર ભાજપ જ આવશે તેવું સટોડીયાઓ માને છે.

જો કે કરોડો રૂપિયા લાગેલા હોવાથી વાત સત્યની નજીક પણ હોય છે છતાં હજુ ચુંટણીને વાર છે ત્યાં સુધીમાં સ્થિતિ બદલાવાની પૂરી શક્યતા 

(વિપુલ શાહ દ્વારા)

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ૨૦૧૭ની ચુંટણીના પડઘમ વાગી ચુક્યા છે, ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષોના આગેવાનોએ કમર કસવા મંધી છે રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીના ગુજરાતના આંટાફેરા વધારી દીધા છે. વિવિધ ન્યુઝ ચેનલોએ અને કેટલાક લોકે ખાનગી એજન્સીઓની મદદથી વિવિધ બેઠકોનો સર્વે પણ હાથ ધરી દીધો છે, જેથી ચુંટણી પછી તુર્ત જ ઓપીનીયન પોલ જાહેર કરી શકાય. રાજ્કી પંડિતો- નિરીક્ષકો પને પંડિતો પણ મેદાનમાં ઉતરી આવ્યા છે,

ત્યારે તમામની નજર અત્યારે સટ્ટા બજાર શું કહે છે તેના ઉપર સ્વાભાવિક રીતે જ મંડાયેલી છે. કારણ એ છે કે આ એક જ બજાર એવું છે કે જે કોઈની પણ શેહશરમ રાખતું નથી કારણ કે અહી સીધી રૂપિયાની જ લેવડદેવડ થતી હોય છે તેથી અહીની વાત હમેશા સત્યની વધુ નજીક હોય છે. ગુજરાત વિધાનસભાની ૨૦૧૭ની ચુંટણી માટે ભાજપે ૧૫૦ પ્લસ બેઠકો હાંસલ કરવાની જાહેરાત કરી છે પરંતુ હાલની પરીસ્થિતિમાં આ લક્ષ્યાંકને કોઈ રીતે પહોચી શકાય તેમ નથી તે ખુદ ભાજપ પણ સારી રીતે જાણે છે, તેવા સંજોગોમાં જાણીતા બુકીઓનું કહેવું છે કે ભાજપ આગામી ચુંટણીમાં આગળ રહેશે, ચોક્કસ રીતે તેની લોકપ્રિયતામાં નોધ પત્ર ઘટાડો થયો છે, તે જોતા તેની બેઠકોના પ્રમાણમાં ઘટાડો જરૂર થશે, તેમ છતાં સત્તા મેળવવા જેટલી બેઠકો ભાજપ જરૂરથી પ્રાપ્ત કરશે,

જો કે તેના જનાધારમાં ચોક્કસ મોટો ઘટાડો થશે. આવા બુકીઓના મતે ભાજપને ૧૮૨ બેઠકોમાંથી સોથી ઓછી એટલે કે ૯૫થી ૯૭ જેટલી બેઠકો મળવાની શક્યતા વર્તાઈ રહી છે. જયારે કોંગ્રેસને ૮૦થી ૮૨ બેઠકો પ્રાપ્ત થાય તેવો અંદાજ સટોડિયાના વર્તુળોમાંથી હાલને તબક્કે પ્રાપ્ત થઇ રહ્યો છે આ સ્થિતિમાં હજુ સમય જતા બદલાવ આવવાની પૂરી શક્યતા પણ રહેલી છે, નોત્બંધીથી માંડીને જીએસટી, મોંઘવારી, પેટ્રોલ- ડીઝલના ભાવો સહિતના અનેક પ્રશ્નોનો સામનો કરી રહેલી પ્રજા- મતદારોનો મૂડ છેલ્લા કેટલાક સમયથી સતત બદલાતો જઈ રહ્યો છે. જે સોશિયલ મીડિયામાં પણ નિહાળવા મળી રહ્યો છે.

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.