12 C
Ahmedabad
Friday, January 28, 2022

SBI : ગ્રાહકોને તેમના જન ધન ખાતું ખોલાવવાની અવધિ અનુસાર ઇન્શ્યોરન્સની રકમ નક્કી

Must read

SBI દ્વારા ગ્રાહકોને તેમના જન ધન ખાતું ખોલાવવાની અવધિ અનુસાર ઇન્શ્યોરન્સની રકમ નક્કી કરવામાં આવશે. જે ગ્રાહકોનું પ્રધાનમંત્રી જન ધન યોજના ખાતું 28 ઓગસ્ટ 2018 સુધી ખોલવામાં આવ્યું છે તેઓને આપવામાં આવેલ કાર્ડ પર રૂ. 1 લાખ સુધીની વીમાની રકમ મળશે. જ્યારે 28 ઓગસ્ટ 2018 પછી જારી કરાયેલા કાર્ડ પર 2 લાખ રૂપિયા સુધીના એક્સિડેન્ટલ કવરનો લાભ મળશે.આ લોકોને ફાયદો થશે પ્રધાનમંત્રી જન ધન યોજના એક એવી યોજના છે જેના હેઠળ બેંકો પોસ્ટ ઓફિસો અને રાષ્ટ્રીયકૃત બેંકોમાં દેશના ગરીબોનું ખાતું ઝીરો બેલેન્સ પર ખોલવામાં આવે છે. પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ગ્રાહકોને અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આમાં કોઈપણ વ્યક્તિ KYC ડોક્યુમેન્ટ સબમિટ કરીને ઓનલાઈન અથવા બેંકમાં જઈને જન ધન ખાતું ખોલાવી શકે છે. આટલું જ નહીં, કોઈપણ વ્યક્તિ તેમના બચત બેંક ખાતાને જનધનમાં રૂપાંતરિત કરાવી શકે છે. આમાં બેંક દ્વારા આપવામાં આવે છે. આ ડેબિટ કાર્ડનો ઉપયોગ એક્સીડેંટલ ડેથ ઇન્શ્યોરન્સ, ખરીદી સુરક્ષા કવર અને અન્ય ઘણા લાભો માટે થઈ શકે છે.


જન ધન ખાતા ધારકોને ડેબિટ કાર્ડ હેઠળ એક્સિડેંટલ ડેથ ઇન્શ્યોરન્સનો લાભ મળશે જ્યારે વીમાધારકએ દુર્ઘટનાની તારીખથી 90 દિવસની અંદર ઇંટ્રા કે ઇન્ટર બેંક બંનેમાંથી કોઈપણ ચેનલ પર કોઈપણ સફળ નાણાકીય અથવા બિન-નાણાકીય વ્યવહાર કર્યો હોય. આવી સ્થિતિમાં માત્ર રકમ ચૂકવવામાં આવશે.ક્લેમ મેળવવા માટે તમારે પહેલા ક્લેમ ફોર્મ ભરવું પડશે. તેની સાથે ઓરિજિનલ અથવા પ્રમાણિત નકલ જોડવાની રહેશે. એફઆઈઆરની અસલ અથવા પ્રમાણિત નકલ જોડો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અને FSLપોર્ટ પણ હોવો જોઈએ. આધાર કાર્ડની કૉપી. કાર્ડધારક પાસે હોવાની એફિડેવિટ બેંક સ્ટેમ્પ પેપર પર આપવાની રહેશે. તમામ ડોક્યુમેન્ટ 90 દિવસમાં સબમિટ કરવાના રહેશે. પાસબુકની નકલ સાથે નોમિનીનું નામ અને બેંક ડિટેલ્સ સબમિટ કરવાની રહેશે.જરૂરી ડોક્યુમેન્ટઇન્શ્યોરન્સ ક્લેમ ફોર્મ,મૃત્યુ પ્રમાણપત્રની નકલ,કાર્ડધારક અને નોમિનીની આધાર નકલ.જો મૃત્યુ અન્ય કારણસર થયું હોય તો રાસાયણિક વિશ્લેષણ અથવા FSL રિપોર્ટ સાથે પોસ્ટ મોર્ટમ રિપોર્ટની નકલ દુર્ઘટનાની વિગતો આપતી FIR અથવા પોલીસ રિપોર્ટની અસલ અથવા પ્રમાણિત નકલ.કાર્ડ જારી કરનાર બેંક વતી અધિકૃત હસ્તાક્ષરકર્તા અને બેંક સ્ટેમ્પ દ્વારા યોગ્ય રીતે હસ્તાક્ષર કરેલ ઘોષણાપત્ર.
આમાં બેંક અધિકારીના નામ અને ઈમેલ આઈડી સાથે સંપર્ક વિગતો આપવી જોઈએ.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article