EVM મામલે કરેલી કોંગ્રેસની અરજી SCએ ફગાવી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ હવે મતગણતરીની રાહ જોવાઇ રહી છે, ત્યારે ગુજરાત કોંગ્રેસના સચિવે સુપ્રીમ કોર્ટમાં વીવીપેટની 25 ટકા પેપર ટ્રાયલ અને ઇવીએમ મત સાથે ક્રોસ ચેક કરવાની અરજી કરી હતી. આ અંગે ચૂંટણી પંચને પણ નિર્દેશ આપવાની માંગણી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. આ મામલે અાજે સુપ્રીમ કોર્ટમાં સુનવણી પૂર્ણ થઇ. કોંગ્રેસ તરફથી કપિલ સિબ્બલ અને અભિષેક સિંઘવી કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો
સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની આ અરજી ફગાવી દીધી છે.ગુજરાતમાં મતદાન દરમિયાન અનેક વિસ્તારોમાં ઇવીએમ ખોટકાયા હોવાના સમાચારો અાવ્યા હતા.પહેલા તબક્કામાં 800થી વધુ ઇવીએમ અને વીવીપેટમાં ખામી હોવાનું બહાર આવ્યું હતું. સુરતમાં મતદાન દરમિયાન ઘણો હોબાળો પણ થયો હતો. અધિકારીઓ અનુસાર, પહેલા તબક્કા માટે 26,865 ઇવીએમ અને 24,689 કંટ્રોલ યુનિટ અને વીવીપેટની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં 164 ઇવીએમ, 714 વીવીપેટ અને 225 કંટ્રોલ યુનિટમાં ખામી હોવાના સમાચારો મળ્યા હતા.બીજા તબક્કામાં પણ અનેક ઇવીએમ મશીન અંગે ફરિયાદ થઇ હતી.
કોંગ્રેસ અેવી પહેલી પાર્ટી છે જેણે અાવી ફરિયાદ કરી હોય.EVM મામલે કરેલી કોંગ્રેસની અરજી SCએ ફગાવી હતી.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com