ગુલમર્ગ હત્યાકાંડ: ઝકીયા જાફરીની અરજી પર મોદી વિરુદ્વ સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ તૈયાર

2002માં સાબરમતી એક્સપ્રેસને સળગાવી દીધા બાદ ફાટી નીકળેલા કોમી રમખાણોમાં અમદાવાદની ગુલમર્ગ સોસાયટીમાં સામૂહિક હત્યાકાંડ થયું હતું. આ હત્યાકાંડમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીને જીવતા ભૂંજી નાંખવામાં આવ્યા હતા અને કુલ 68 મુસ્લિમોને રહેંસી નાંખવામાં આવ્યા હતા. અહેસાન જાફરીના વયોવૃદ્વ પત્ની ઝકીયા જાફરીએસુપ્રીમ કોર્ટમાં પીટીશન કરી તે વખતા ગુજરાતના મુખ્યમંત્રી અનેહાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવેલી ક્લિનચીટને પડકારી છે અને સુપ્રીમ કોર્ટે આ પ્રકરણમાં નવેસરથી સુનવણી કરવાની તૈયારી દર્શાવી છે અને 19મી તારીખે સુનાવણી હાથ ધરવામાં આવશે.

ગુજરાત હાઈકોર્ટે એક વર્ષ પહેલાં જાફરીની અરજીને ફગાવી દીધી હતી. તે વખતે જાફરીએ 2002ના હત્યાકાંડ બાબતે તે વખતેના સીએમ નરેન્દ્ર મોદી અને અન્યોને એસઆઈટી દ્વારા ક્લિનચીટ આપી હતી અને નીચલી અદાલતે તેને ગ્રાહ્ય રાખ્યો હતો. જાફરીએ આનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું ગુજરાતના કોમી રમખાણોની ફરી તપાસ કરવામાં આવશે નહી.

ઝકીયા જાફરીએ ગુજરાત હાઈકોર્ટમાંપીટીશન કરી કહ્યું હતું કે ગુલમર્ગ હત્યાકાંડ એક ષડયંત્ર હતું પરંતુ કોર્ટે ગુલમર્ગ હત્યાકાંડને ષડયંત્ર માનવાનો પણ ઈન્કાર કર્યો હતો. આ સુનાવણી જજ સોનિયા ગોકાણી સમક્ષ ત્રીજી જુલાઈ 2017માં પૂર્ણ કરવામાં આવી હતી. પીટીશનમાં ડિમાન્ડ કરવામાં આવી હતી કે મોદી અને વરિષ્ઠ પોલીસ અધિકરીઓ સહિત 59 અન્ય લોકોએ ષડયંત્રના ભાગરૂપે ગુલમર્ગમાં હત્યાકાંડ કર્યો હતો. ગુજરાત રમખાણો અંગે નરેન્દ્ર મોદીને 2013માં ક્લિનચીટ આપી દેવામાં આવી હતી.

28 ફેબ્રુઆરી 2002ના દિવસે કોંગ્રેના પૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત ઓછામાં ઓછા 68 લોકોની હત્યા કરવામાં આવી હતી. માર્ચ 2008માં સુપ્રીમ કોર્ટ દ્વાર નિયુક્ત કરાયેલી એસઆઈટી દ્વારા ઝકીયા જાફરીના આક્ષેપોની તપાસ કરવામાં આવી હતી અને સીટે નરેન્દ્ર મોદીની 2010માં 10 કલાક પુછપરછ કરી હતી. બાદમાં આ આરોપોમાંથી નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપી દેવામાં આવી હતી. એસઆઈટીએ એવું કહ્યું હતું કે મોદી વિરુદ્વ કેસ ચલાવવા માટે કોઈ પુરાવા નથી. જાફરીના વકીલોએ કહ્યું હતું કે કોર્ટે સાક્ષીઓ અને સુપ્રીમ કોરેટના દિશા-નિર્દેશને નજર અંદાજ કર્યા છે અને તેમીન જૂબાનીને જરા પણ ધ્યાને લેવામાં આવી ન હતી.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com