બેબી બંપ સાથે જોવા મળી શાહિદ કપૂરની વાઈફ મીરા રાજપુત

બોલિવુડ એક્ટર શાહિદ કપૂરની પત્ની Mira Rajput બીજીવાર પ્રેગ્નન્ટ છે. તેની માહિતી ખુદ શાહિદે સોશિયલ મીડિયા દ્ધારા ફેંસની સાથે શેયર કરી હતી. તાજેતરમાં શાહિદ અને Mira Rajput ડિનર ડેટ પર સ્પોટ થયા હતા. ડેટ પર શાહિદ મીરાંની કેર કરી રહ્યો હતો અને પ્રોટેકટીવ પતિ તરીકે નજર આવી રહ્યો હતો. બીજી તરફ, તે દરમિયાન મીરાં બેબી બંપ સાથે સ્પોટ થઇ હતી. છેલ્લા કેટલાક સમયથી બોલિવુડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરાં રાજપૂતની ઘણી તસવીરો સામે આવી રહી હતી જેને જોઈ એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે, તે પ્રેગ્નન્ટ છે. તાજેતરમાં શાહિદ અને મીરાએ તેમના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી આ વાત કન્ફર્મ પણ કરી હતી. હવે મીરાંના કેટલાક ફોટોઝ સામે આવ્યા છે જેમાં તે બેબી બંપ ફ્લોન્ટ કરતા નજર આવી હતી. તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા શાહિદ અને મીરાએ તેમના બીજા બાળક વિશે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી જણાવ્યું હતું. પોસ્ટમાં તેમની પુત્રી મીશાની તસ્વીર છે અને બલૂનનું ચિત્ર છે. તેમજ તેની સાથે લખ્યું છે – મોટી બહેન. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ આવતા જ ફેંસે તેમને શુભેચ્છા પાઠવવાનું શરુ કરી દીધું છે. શાહિદ કપૂર અને મીરાં રાજપૂત ઘણીવાર પુત્રી મીશા સાથે ક્યારેક એરપોર્ટ પર તો ક્યારેક રેસ્ટોરન્ટની બહાર સ્પોટ થાય છે. બંને તેમના પેરેન્ટહુડને વધારે એન્જોય કરે છે. શાહિદ કપૂર ઘણીવાર તેમની પુત્રીના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે. તમને જણાવી દઈએ કે, બીજા બાળકને લઈને શાહિદે કહ્યું હતું કે, મીરા હજુ ૨૪ વર્ષની છે અને તે બીજું બાળક પણ ઈચ્છે છે. તે આ જવાબદારીથી ફ્રી થઇ તેની કારકિર્દી વિશે વિચારશે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com