આફ્રિકા સીરીઝ પહેલા ભારતને લાગ્યો ઝટકો, આ ખેલાડી થયો ઇજાગ્રસ્ત

મુંબઇ : ભારત માટે સાઉથ આફ્રિકાની મહત્વની ટુર છે. આ પહેલા જ ટીમ ઇન્ડિયાને એક મોટો ફટકો લાદી શકે છે. એક રિપોર્ટ અનુસાર ટીમ ઇન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનને ઇજા થઇ છે. તેને ઘૂંટણમાં ઇજા થઇ છે. આથી તે 5 જાન્યુઆરીના રોજ રમાનાર ટેસ્ટ મેચમાં રમે તેવી ઓછી શક્યતા છે. બુધવારના રોજ શિખર ધવનના ડાબા પગમાં પટ્ટી બાંધેલી જોવા મળી હતી. ટીમને થોડી કલાકો પછી સાઉથ આફ્રિકા માટે રવાના થવાનું હતું. રિપોર્ટ અનુસાર શિખર ધવન ટીમના ફિઝિયો પેટ્રિક ફરહાત સાથે MRI સ્કેન માટે જતો જોવા મળ્યો હતો.
બીસીસીઆઇએ શું કહ્યું.?
બીસીસીઆઇના એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, ’શિખરના ઇજાગ્રસ્ત ઘૂંટણની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પછી ફિઝિયો રિપોર્ટ આપવામાં આવશે. હાલ શિખર ટીમ સાથે છે. જોકે, અત્યારે કશું જ કહેવું મુશ્કેલ છે કે પહેલી ટેસ્ટમાં તે રમી શકશે કે નહીં.’

તો કે.એલ.રાહુલને મળી શકે છે તક

બીસીસીઆઇએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે. બીસીસીઆઇએ ટ્વિટમાં લખ્યું છે કે, ફિઝિયો રિપોર્ટ આવવાનો બાકી છે. શિખર ધવન ટીમ સાથે જ છે પરંતુ તે પહેલી ટેસ્ટ રમી શકશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે.’ નોંધનીય છે કે જો ધવન પહેલી ટેસ્ટ મેચ માટે ફિટ નહીં થાય તો ત્રીજા ઓપનર તરીકે સાથે ગયેલા કે.એલ.રાહુલને મુરલી વિજય સાથે ઓપનીંગ કરવાની તક મળશે.

Leave a Reply

Your email address will not be published.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com