સમાચારો ટૂંકમાં

 • સ્થાનિક સ્વરાજ્યનો જંગ, 19 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવશે, 2 વાગ્યા સુધીમાં સરેરાશ 32થી 35% મતદાન, પંચમહાલ જિલ્લામાં સરેરાશ 43 ટકા મતદાન, ગાંધીનગરમાં સરેરાશ 42.75% મતદાન, છોટાઉદેપુરમાં સરેરાશ 36.33% મતદાન નોંધાયું, રાજકોટમાં સરેરાશ 20.58% મતદાન નોંધાયું, અમદાવાદમાં સરેરાશ 33.45% મતદાન નોંધાયું, સાંજે 5 વાગ્યા સુધી ચાલશે ન.પા નું મતદાન
 • સુરત; કોસંબા નજીક સાવા ચોકડી પાસે ટ્રિપલ અકસ્માતમાં એકનું મોત,2 ઈજાગ્રસ્ત
 • અમરેલી; રાજુલાના બર્બટાણા ગામે માતાએ 3 બાળકો સાથે ઝેર પીતા માતા સહિત એક બાળકીનું મોત,2 બાળકને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ ખસેડાયા
 • ગાંધીનગર; GNFCએ નીમ પ્રોજેક્ટ માટે પહ્મવિભૂષણ એમ.એસ. સ્વામીનાથનની કંપની સાથે MoU કર્યા
 • સુરત; માંગરોળ રાજપૂત યુવાનની હત્યામાં પકડાયેલા બંને આરોપીને લાજપોર જેલમાં મોકલાયા
 • વડોદરા; પ્રોહિબિશન કેસમાં ગાંધીનગર DGનો સપાટો, વિદેશી દારૂ ઝડપાવા મુદ્દે 6 પોલીસ કર્મચારીની બદલી
 • અમદાવાદ; રેલવે સ્ટેશન પર લોકશક્તિ એક્સ.નું એંજીન પાટા પરથી ઉતરી જતા 7 ટ્રેનને અસર થઈ, એંજિનને હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી
 • વડોદરા; ગાયત્રીનગર જમીન પ્રકરણના મામલામાં ડોલી પટેલની અંતે વડોદરા પોલીસે અમદાવાદથી ધરપકડ કરી, ડોલી પટેલને અમદાવાદથી વડોદરા લઈ જવાશે
 • મોરબી; હળવદ નગરપાલિકામાં મોકપોલ દરમિયાન એક EVM બદલવામાં આવ્યું
 • ભાવનગર; તળાજા વોર્ડ-2 25 મિનિટ મતદાન અટકતા EVM બદલાવવામાં આવ્યું
 • બનાસકાંઠા; ધાનેરા વોર્ડ નં ન 1માં મતદાનના અડધો કલાકમાં જ EVM ખોટવાયું
 • અમરેલી;લાઠીના બુથ નંબર 3 પર EVM ખોટવાયું
 • વલસાડ;છીપવાડ બુથમાં કર્મચારી ચાલુ ફરજે મોબાઈલ પર વાત કરતા હોવાથી મહિલા ઉમેદવારનો હોબાળો,હાજર પોલીસકર્મી અધિકારીએ મામલો થાળે પાડ્યો
 • દ્રારકા પાલિકા વોર્ડ-2ના બુથ પર EVM બગડતા તુરંતજ બદલાવાયું
 • અમરેલી; ચલાળાના માણાવાવ ગામે 11 તારીખે કુવામાંથી 55 વર્ષીય આધેડનો મૃતદેહ મળવાનો મામલો,દત્તક પુત્ર અને માતા વચ્ચે આડા સંબંધ હોવાથી પાવડો મારીને હત્યા કરી હતી, બંને આરોપીની પોલીસે અટકાયત કરી
 • પંચમહાલ; મોરવા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન 2 અલગ વાહનોમાંથી રૂ 2,70,000ની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો,4 શખ્સોની ધરપકડ કરી
 • જૂનાગઢ; ટીંબાવાડી વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ માથાના ભાગે બોથડ પદાર્થ મારીને વૃદ્ધાની હત્યા કરી,પોલીસે હત્યારાઓની શોધખોળ શરૂ કરી તપાસ હાથ ધરી
Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com