સમાચારો ટૂંકમાં

 • અમદાવાદ ઇન્શ્યોરન્સના નામે ચીટિંગ કરતી દિલ્હીની ગેંગ ઝડપાઇ, એક મહિલા સહિત 7 શખ્સોની સાયબર ક્રાઇમની ટીમે કરી ધરપકડ, પુછપરછ બાદ વધુ ગુનાઓના પણ ઉકેલાઈ શકે છે ભેદ
 • કોંગ્રેસના રાષ્ટ્રીય અધીવેશનમાં રાજનૈતીક ઠરાવ પાસ કરાયો, દેશને ડરના માહોલમાંથી બહાર કાઢવાનો ઠરાવ
  EVM મુદ્દે BJP, RSS પર સવાલ ઊભા કરાયા, રાજનૈતીક ઠરાવમાં પ્રસ્તાવ પાસ કરાયો, EVMની જગ્યાએ બેલેટ પેપરના ઉપયોગની કરી માગ, કોંગ્રેસની સરકાર આવશે તો બેલેટ પેપરથી ચૂંટણી કરાશે
 • અમદાવાદ નારણપુરામાં બેન્ક ઓફ બરોડામાં રૂ.46 હજારની ચોરી, રૂ.1 લાખ બેન્કમાં ભરવા આવેલા વ્યક્તિ પાસેથી થઈ ચોરી, વાતચીતના બહાને રૂ.1 લાખમાંથી રૂ.46 હજારની કરી ચોરી, પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી
 • સુરત GST અધિકારી અને CA 40 હજારની લાંચ લેતા રંગે હાથે પકડાયા, ઘોડદોડ રોડ પર સૂર્યા કિરણ એપાર્ટમેન્ટ સામે મિઠાઈની દુકાનમાં રેડ કરી ચેક કર્યા બાદ રૂપિયા માંગ્યા, અધિકારીએ CAને વચ્ચે રાખી રૂપિયા માંગી પતાવટ કરવાની વાત કરી હતી, દુકાનમાં સર્ચ કરવાના બહાને અધિકારી ગયો હતો
 • ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે નયના પટેલ અને ઉપપ્રમુખ તરીકે અજીત ડાભીની વરણી કરવામાં આવી.
 • રાજકોટ ૧૧વર્ષની બાળકી પર થયેલ ગેંગરેપનો મામલો, સગીરાએ આપ્યો બાળકીને જન્મ, બાળકી ખોટ ખાપણ વાળી જન્મી, આ ગેંગ રેપ મામલે મહિલા પોલીસે બે દિવસ પેહલા ૨ આરોપીઓની ધરપકડ કરી હતી
 • ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પરિપત્ર બહાર પાડ્યો, શિક્ષણ કાર્ય દરમિયાન શાળાના શિક્ષકોએ જીન્સ કે ટીશર્ટ પહેરવું નહિ.
 • વલસાડના ગુજરાત હાઉસિંગ બોર્ડની બિલ્ડીંગમાં સ્લેબ તુટ્યો
 • રાજકોટ ક્રિકેટ રસિકો માટે ખુશ ખબર, રાજકોટ ખંઢેરી સ્ટેડિયમમાં રમાશે ઇન્ટરનેશનલ મેચ, ઓક્ટોબર મહિનામાં રમાશે ટેસ્ટ મેચ, વેસ્ટ ઇન્ડિઝ અને ઇન્ડિયા વચ્ચે રમાશે ટેસ્ટ મેચ, સત્તાવાર થઇ જાહેરાત
 • અમદાવાદ રાણીપ એસટી બસ સ્ટેન્ડ સામે થયેલી હત્યાનો મામલો, મૃતકના પરિવારજનો બેઠા ધરણા પર
  પોલીસ સ્ટેશનની બહાર બેઠા ધરણા પર, આરોપીઓને પકડવા માટે કરી માગ, સરકાર યોગ્ય વળતર નહીં આપે તો આત્મવિલોપનની ચીમકી
 • તાપી સુરત રેન્જ આરઆરસેલની ટીમે વ્યારાના માયપુર ગામની સિમ પાસેથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી બે આરોપીની અટકાયત કરી તો અન્ય બે આરોપીઓ ફરાર,મકાઈની બોરીની આડમાં ચોરખાનું બનાવી રાજસ્થાનના જોધપુરથી જામનગર લઈ જવાતો હતો વિદેશી દારૂ, Rs.26 લાખ 52000 નો મુદ્દામાલ જપ્ત
 • અમદાવાદ વાડજ માં યુવકની હત્યાનો મામલો, પરિવારજનોએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવો, આરોપીને પકડવા માટે કરી માંગ, પોલીસે 3 આરોપીની કરી ઘરપકડ.
Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com