સમાચારો ટૂંકમાં

  • અમદાવાદ દલિત આંદોલનમા પોલીસ પર હુમલાનો મામલો, મહિલા કોર્પોરેટરની પોલીસે કરી ધરપકડ, રાજશ્રી બેનની પોલીસે કરી ધરપકડ, મહિલા કોર્પોરેટર એ મહિલા પી એસ આઈને ભર્યા હતા બચકા, ચાંદખેડા પોલીસે વધુ તપાસ હાથ ધરી
  • બનાસકાંઠા એ.સી.બી પાલનપુર પોસ્ટ ગુ.ર.નં.૪/૨૦૧૮ ભ. નિ. અધિ.૧૯૮૮ ની કલમ ૭,૮,૧૨,૧૩(૧)(ઘ) તથા ૧૩(૨) મુજબના કામ ના આરોપી વિકેશકુમાર કિરીટકુમાર ઉપાધ્યાય વિ-૨ (એસ.ડી. એમ )નાઓએ જામીન મેળવવા સારું સેસન્સ કોર્ટ પાલનપુર ખાતે અરજી કરેલ.જે જમીન અરજી નામદાર સેસન્સ કોર્ટ માં તા.૬/૪/૨૦૧૮ ના રોજ ચાલી જતા નામદાર કોર્ટ તરફથી આરોપીઓની જામીન અરજી રદ કરવામાં આવેલ છે, કેસની ગંભીરતાને જોઈ આ કેસમાં સ્પેશીયલ પબ્લીક પ્રોસીક્યુટરની નીમણુંક કરવામાં આવેલ હતી.
  • રાજ્યના વડોદરા.ભાવનગર જામનગર અને અરવલ્લીના જિલ્લા કલેક્ટરો સહિત 12 સનદી અધિકારીઓની મસૂરી ખાતેની લાલબહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનીસટ્રેશન માં 4 સપ્તાહ ની તાલીમ માટે પસન્દગી કરવામાં આવી છે.આ અધિકારીઓ ના તાલીમ સમય દરમ્યાન તેમની જગ્યાનો કાર્યભાર અન્ય અધિકારીઓને સોંપવામાં આવ્યો છે.
  • સોનગઢ દશેરા કોલોની પ્રાથમિક શાળા સામે સુરતના ઈસમને અજાણ્યા વાહને અડફેટે લેતા મોત
  • તાપી – વ્યારાથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 53 પર તાડકુંવા ગામ પાસે અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા બાઈક સવાર બે ઈસમના મોત કાકરાપાર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
  • ગુજરાતી રંગભૂમિનાં પીઢ અભિનેત્રી તેમ જ આઈએનટી, ભારતીય વિદ્યા ભવન સાથે સંકળાયેલાં વનલતા મહેતાનું 90 વર્ષની જૈફ વયે મુંબઇમાં નિધન
  • ગુજરાતમાં ૪ર સિવિલ જજાને નિમણુંકો અપાઇ, રાજકોટના ત્રણ વકીલો કૌશીક નિમાવત, તુષાર ધ્રોણીયા અને અપુર્વ જાનીનો સમાવેશઃ ટુંક સમયમાં કાર્યભાર સંભાળશે
  • ગુણોત્સવ પ્રોગ્રામમાં પહોંચેલા CMએ અધિકારીઓની ઝાટકણી કાઢી
  • નર્મદા મામલે હાર્દિક પટેલનું નિવેદન, શિવરાજસિંહ પર તાક્યું નિશાન
  • મધ્યપ્રદેશના કટની-ઉમરિયા નેશનલ હાઇવે 78 પર કરૂણ દુર્ઘટના, ટ્રકે બે રિક્ષાને મારી ટક્કર, 10નાં મોત, 4 ઘાયલ
Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com