સમાચારો ટૂંકમાં

 • અમદાવાદ ત્રાગડ પાસે સ્કૂલ બસમાં આગ, હીરામણીની સ્કૂલ બસમાં આગ, બસમાં બેઠલા વિદ્યાર્થીઓનો આબાદ બચાવ, ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળે
 • રાજ્યમાં વિવિધ વસ્તુઓમાં ભેળસેળ રોકવા કમિટી બનાવાશે, ભેળસેળિયા તત્વોને ડામવા જિલ્લા કક્ષાની સમિતિઓ બનશે, મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને રાજ્યકક્ષાની સમિતિ, 2 દિવસમાં રાજ્યમાં 218 જગ્યાએ તપાસ કરાઈ, દૂધમાં યુરિયા કે ભેળસેળનું કેમિકલ મળ્યુ નથી, ગોંડલના વાસાવડમાંથી બનાવટી દૂધની ફેક્ટરી પકડાઈ
 • જૂનાગઢ વડાલ-ડેરવાણ રોડ ઉપર કારને આંતરી અન્ય કારમાં આવેલા પાચ શખ્સોએ સોનાની લૂંટ ચલાવી
  18 કીલો સોનાની લૂંટ થઈ હોવાનો અંદાજ, જૂનાગઢના સીવીએમ જ્વેલર્સનો એક કર્મચારી અને ડ્રાઇવર સાથે અમદાવાદથી સોનુ લઈ જૂનાગઢ આવતા હતા
 • અમદાવાદ વડોદરાના ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીમી. દ્વારા 11 બેંકો સાથે રૂ.2654 કરોડની છેતરપિંડીનો મામલો, કંપનીના માલિક અને આરોપી સુરેશ ભટનાગરે CBI કોર્ટમાં કરી આગોતરા જામીન અરજી, વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે
 • ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા જાહેર કરાયું એલર્ટ, વેસ્ટર્ન કોસ્ટ માટે જાહેર કરાયું એલર્ટ, ગોવા, મુંબઈ અને ગુજરાતની દરિયાઈ સીમામાં એલર્ટ, ઈંટેલિજેન્સ ઈનપુટ મુજબ કેટલાક આતંકીઓ મછુવારાઓની બોટમાં આવી શકે છે ભારત
  વેસ્ટર્ન કોસ્ટમાં ટેરર અટેકનું જાહેર કરાયું એલર્ટ
 • સુરત વર્ષ 2013માં કરિયાણાના દુકાનદારની હત્યાનો મામલો, આરોપી રાજન દંડપાનને આજીવન કેદની સજા ફટકારાઈ, દુકાનદાર વિષ્ણુ પાસેથી રૂ.700નું કરિયાણુ લીધું હતું , પૈસા ન ચૂકવવાના લીધે ફરી સામાન આપવા ઇનકાર કરતા આરોપીએ કરી હતી દુકાનદારની ચપ્પુ મારીને હત્યા
 • વડોદરા ચોરને જાહેરમાં લોકોએ ફટકાર્યો , ચોરી કરતા રંગેહાથ ઝડપાયો ચોર, વડોદરાના કિર્તી સ્થંભ વિસ્તારની ઘટના, સ્થાનિકોએ ચોરને ઝડપી જાહેરમાં મેથીપાક આપ્યો, ચોરને જાહેર માર્ગ પર ફેરવી માર મારી કપડા ફાડી નાખ્યા, લોકોએ ચોરને પોલીસને હવાલે કર્યો
 • સલમાન ખાનનાં જામીન મંજૂર, બિશ્નોઇ સમાજ જશે હાઇકૉર્ટ
 • નર્મદા ડેમ પર 20 કરોડના ખર્ચે લગાવાશે સીસીટીવી કેમેરા
 • અમદાવાદ સફાઈ કામદારના મોતનો મામલો પરિવાર જનો મૃતદેહ લઈને પહોંચ્યા કોર્પોરેશન ઓફિસ
Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com