સમાચારો ટૂંકમાં

  • વિધાનસભાની 20 બેઠકોના પરિણામોને હાઇકોર્ટમાં પડકારાઈ, હાઇકોર્ટમાં કરાઇ અરજી, ભુપેન્દ્ર સિંહ ચુડાસમાની જીતને પડકારાઈ, બાબુ બોખિરિયાની  જીતને પડકારાઈ, શૈલેશ પરમારની જીતને પડકારાઈ
  • તંત્ર પર હુમલા બાદ જામજોધપુરમાં ખનીજ માફિયાઓ પર પોલીસની ધોસ, 28 ટ્રક જપ્ત
  • રાજકોટની સેન્ટમેરી સ્કૂલ પાસે CBSEની માન્યતા ન હોવા છતાં એડમિશન આપતા હોબાળો
  • અમદાવાદ : ઝુંડાલ ગામમાં સાવકા પિતાએ ૧૫ વર્ષીય પુત્રી પર બળાત્કાર ગુજાર્યો. પત્નીએ રોકતાં પતિએ માર માર્યો. પત્ની અને બાળકોની નજર સામે જ બળાત્કાર ગુજારી ધમકી આપી.અડાલજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી
  • સુરત:- ચોક બજાર પોલીસ સ્ટેશનની હદમા રૂપિયાની લેતીદેતીમા હત્યા પોલીસ ધટના સ્થળે હોડી બંગલા અપ્સરા હોટલની સામે બની ઘટના
  • રણોલી ગામ પાસે જીએસએફસીની પાણીની લાઇનમાં ભંગાણનું સમારકામ કરતા 3 મજૂરો દટાયા હતાં.જેમને જીએસએફસી તંત્ર દ્રારા રેસ્ક્યુ કરી બચાવી લેવાયા
  • સૌરાષ્ટ્રના સહિત રાજકોટમાં ચાલુ વર્ષે સારો વરસાદ થવા છતાં ઉનાળાની શરૂઆત પહેલા પાણીની પારાયણ જોવા મળી રહી છે. રાજકોટના તમામ જળાશયોમાં આગામી બે થી ત્રણ માસ ચાલે તેટલું જ પાણી જોવા મળી રહ્યું છે. પાણીની સમસ્યાને લઇ રાજકોટમાં જળ સંકટ ઘેરૂ બન્યું છે. જો કે આ મુદે મનપાના વિપક્ષ નેતા વશરામ સાગઠિયા લાલઘૂમ બન્યા હતા અને કહ્યું હતું કે જો ભર ઉનાળે પાણીકાપ નાંખવામાં આવશે તો મુખ્યમંત્રી રૂપાણીને રાજકોટમા પ્રવેશવા દેવામાં નહી આવે.
  • અમદાવાદ થલતેજ બ્રાન્ચની SBI બેંકમાં થઈ ચોરી, 5 લાખની ચોરી થતા સોલા પોલીસે તપાસ હાથ ધરી, સીસીટીવી ફુટેજના આધારે આરોપી પકડાયો, આરોપી થલતેજ ફાયરસ્ટેશનનો ફાયરમેન સંજય ચૌહાણ, ગ્રાહકોની લાઈનમાં ઉભા રહી તક મળતાં જ કેશિયરના ટેબલ પાસે પહોંચી 50, 000ના દસ બંડલ ચોરી લીધા, આરોપીએ મોજશોખ માટે મોબાઈલ ફોન અને મોંઘી સિગારેટનું પેકેટ પણ ખરીદી લીધું
  • પાલનપુર સિવિલનું ખાનગીકરણ અટકાવવા માટે વડગામનાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી મેદાને પડયા છે. રાજ્યમાં સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓ સતત કથળતી જાય છે ત્યારે તેને સુદઢ બનાવવાનાં સ્થાને સરકાર ખાનગી લોકોને પધરાવી રહી છે. આ રીતે જ પાલનપુરની સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ કરીને ગરીબ દર્દીઓ માટેની સેવા સરકાર છીનવી રહી છે જેનાં અનુસંધાનમાં પાલનપુરમાં સિવિલ બચાવો રેલીનું આયોજન થયું છે જેમાં વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી હાજર રહેશે. મેવાણીએ જણાવ્યું હતું ગરીબ દર્દીઓનાં ભોગે સરકાર સરકારી હોસ્પિટલને ખાનગી લોકોનાં હાથમાં સોંપી રહી છે ત્યારે હું કોઈપણ ભોગે સિવિલનું ખાનગીકારણ થવા નહી દઉં. આ રેલી કાલેકર કચેરીએ જઈને ખાનગીકરણ અટકાવા આવેદનપત્ર આપશે.
Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com