IND vs SA: ‘હું WTC ફાઇનલમાં ટોસ જીતીશ’, દક્ષિણ આફ્રિકા સામે ટોસ હાર્યા બાદ કેપ્ટન શુભમન ગિલે કર્યું મોટું ‘એલાન’
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચોની ટેસ્ટ શ્રેણીની શરૂઆત થઈ ગઈ છે. પ્રથમ મેચનું આયોજન કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં કરવામાં આવી રહ્યું છે. આ મેચમાં શુભમન ગીલ ટોસ હારી ગયા. કેપ્ટન બન્યા પછી ગીલ મોટા ભાગના ટોસ હાર્યા છે. આ જ કારણોસર આફ્રિકા સામે ટોસ હાર્યા પછી ગીલે મજાકિયા નિવેદન આપતા WTC માં ટીમ ઈન્ડિયાના ભવિષ્યને લઈને મોટું એલાન કરી દીધું.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ઈડન ગાર્ડન્સમાં પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગીલ ટોસ હારી ગયા. કેપ્ટન બન્યા પછી ગીલનું ટોસના મામલે નસીબ કંઈ ખાસ રહ્યું નથી. દક્ષિણ આફ્રિકા સામે પણ તેમનું ખરાબ નસીબ યથાવત રહ્યું અને આ પછી તેમણે મજાકિયા નિવેદન આપ્યું. તેમણે મોટું એલાન કરતાં જણાવ્યું કે તેઓ હવે સીધો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ટોસ જીતશે. ગીલે અહીંથી દાવો કરી દીધો કે તેઓ WTC ફાઇનલમાં ચોક્કસ જશે.

ટોસ હાર્યા બાદ શુભમન ગીલનું મોટું નિવેદન
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીત્યો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ગીલ ફરી એકવાર ટોસ હારી ગયા અને તેમણે આ વાત પર પોતાની પ્રતિક્રિયા આપી. શુભમન ગીલે મજાકિયા અંદાજમાં દાવો કર્યો કે તેઓ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલનો ભાગ બનશે અને ત્યાં ટોસ જીતવામાં સફળ થશે. તેમણે કહ્યું, “આશા છે કે હું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલમાં જ ટોસ જીતી શકીશ.”
તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા WTC પોઈન્ટ્સ ટેબલમાં હાલમાં ત્રીજા સ્થાને છે. જો તેઓ બંને મેચ જીતી જાય, તો ટોપ 2 માં આવી જશે. ગીલના નિવેદન પરથી એ વાતનો દાવો કરવામાં આવ્યો છે કે ટીમ ફાઇનલમાં પહોંચશે.
ગીલે ટીમમાં કર્યા મોટા બદલાવ
ઈડન ગાર્ડન્સની પિચમાં પહેલા દિવસથી જ તિરાડો જોવા મળી રહી છે અને તેનાથી સ્પિનરોને ઘણો ફાયદો થશે. આ જ કારણોસર ભારતીય કેપ્ટન શુભમન ગીલે ચાર-ચાર સ્પિનરોને ટીમમાં સ્થાન આપવાનો નિર્ણય કર્યો છે. અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર અને રવીન્દ્ર જાડેજા પ્લેઈંગ ઈલેવનનો ભાગ છે.
Shubman Gill said, “hopefully the only toss I’m going to win is at the WTC Final”. pic.twitter.com/A0h45zq2aI
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 14, 2025
ભારતીય ટીમ 6 બોલિંગ વિકલ્પો સાથે મેદાનમાં ઉતરી છે, જ્યાં આ સ્પિનરો ઉપરાંત મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ પણ ટીમમાં છે. ઋષભ પંતની વાપસી બાદ પણ ધ્રુવ જુરેલ પણ પ્લેઈંગ ઈલેવનનો ભાગ છે.
પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, વોશિંગ્ટન સુંદર, શુભમન ગીલ (કેપ્ટન), ઋષભ પંત, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

