મહેસાણાના ઉંઝામાંથી બે પેડલરોને 30 લાખના એમ ડી ડ્રગ્સ સાથે SOGએ ઝડપી પાડ્યો

0
109

રાજ્યમાં ડ્રગ્સ પેડલરો બેફામ બન્યા છે. દારૂની જેમ ડ્રગ્સ પણ મોટી માત્રમાં ગુજરાતમાં ઘુસાડી યુવાધનને નશાનો બંધાણી બની તેમની જિંદગી બરબાદ કરી કેટલાક દેશ વિરોધી તત્વો નશાના ખપ્પરમાં હોમી રહ્યા છે અને માલેતુજાર લોકોના સંતાનોને ડ્રગ્સની બદીઓનો શિકાર બનાવી રહ્યા છે રાજ્યમાં ડ્રગ્સનો દૂષણ બિલાડીને જેમ ટીપે ટીપ ફૂલીફાલી રહ્યો છે દરરોજ ડ્રગ્સ પકડવાના સમાચારો સામે આવી રહ્યા છે. તે વચ્ચે ફરી એકવાર ઉત્તરગુજરાતના મહેસાણામાંથી ડ્ર્ગ્સના જથ્થો ઝડપાવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
જિલ્લા પોલીસ વડાના સૂચનો અનુસાર જિલ્લામાં થતી ગેરકાયદેસર પ્રવૃતિઓને ડામવા અને ગુનાખોરીનો પ્રમાણ અટકાવવા મહેસાણા એસ ઓ જીની ટીમ પેટ્રોલિંગ હતી તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળી હતી કેટલાક શખ્સો ઉંઝા બજાર પાસે ડ્રગ્સની ડિલવીરી કરવા આવ્યા છે જેના આધારે SOG તાબડતોબ પહોંચી હતી અને 2 શંકાસ્પદ શખ્સોને અટકાવી તલાશી લેતા તેમના પાસેથી 304ગ્રામ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેની બજાર કિંમત 30લાખ જેટલી અંદાજવામા આવી છે.
SOGએ ડ્રગ્સ સહિત મુદ્દામાલ કબ્જો કરી 2 શખ્સોની ધરપકડ કરી સ્થાનિક પોલીસને સોપ્યો હતો જેમાં પોલીસ સઘન પુછપરછ કરતા તપાસ ખુલ્યો છે કે શખ્સો મહેસાણ અને અને ઉંઝામાં ડ્રગ્સ ડિલવરી કરતા હતા ડ્રગ્સ કયાથી લાવતા હતા અને કોણે આપતા હતા તે અંગે પોલીસે તપાસ હાથધરી છે.