રાહુલના અધ્યક્ષ બન્યા પછી પ્રથમ વખત સોનિયા ગાંધીએ અાપ્યું નિવેદન

રાહુલના અધ્યક્ષ બન્યા પછી પ્રથમ વખત સોનિયા ગાંધીએ નિવેદન અાપતા કહ્યું હતુ કે હું હવે નિવૃત્ત થાવ છું. ઉલ્લેખનીય છે કે, ઘણા લાંબા સમયથી સોનિયા ગાંધીની તબિયત નાદુરસ્ત રહેતી હતી. ઉત્તરપ્રદેશની ચૂંટણી સમયથી જ અવાર-નવાર સોનિયા ગાંધીની તબિયતના સમાચારો આવી રહ્યાં હતા.
સોનિયા ગાંધી સૌથી લાંબા સમય સુધી કોંગ્રેસના અધ્યક્ષ પદે રહ્યા છે. રાહુલ ગાંધીને 16 ડિસેમ્બરના રોજ કોંગ્રેસ પાર્ટીની કમાન સોંપવામાં આવશે, એ પહેલાં અાજે શુક્રવારે સોનિયા ગાંધીએ નિવૃત્તીની જાહેરાત કરી દીધી છે, આ સાથે જ તેમણે સક્રિય રાજકારણમાંથી પણ સંન્યાસ લેવાના સંકેત આપી દીધા છે.
સંસદના શિયાળુ સત્ર પહેલાં મીડિયા સાથે વાત કરતાં સોનિયા ગાંધીએ કહ્યું કે, હવે હું નિવૃત્ત થઇ રહી છું, શનિવારથી રાહુલ ગાંધી કોંગ્રેસની કમાન સંભાળશે. સોનિયા ગાંધી કોંગ્રેસ પાર્લિયામેન્ટ્રી પાર્ટીના પણ નેતા છે, જેમાં સંસદના બંને સદનના સભ્યો હોય છે. થોડા સમયમાં જ સોનિયા ગાંધી સીપીપીની કમાન પણ રાહુલના હાથમાં સોંપશે. ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધી જ્યારે પાર્ટીના અધ્યક્ષા બન્યા ત્યારે આ પદનું ગઠન કરવામાં આવ્યું હતું. સંસદના બંને સદનોમાં પાર્ટીનું નેતૃત્વ કરતા નેતા સીપીપીના ચેરપર્સનને રિપોર્ટ કરે છે.
સોનિયાગાંધી સત્તારૂઢ પાર્ટી સામે વિપક્ષને એક કરવા મહત્વની ભુમિકા નિભાવે છે.
સો

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com