ટૂંક સમયમાં ક્રિકેટના મેદાનમાં India અને Pakistan વચ્ચે ટક્કર

આગામી એશિયા કપમાં ગત ચેમ્પિયન ભારતની ટક્કર ૧૯ સપ્ટેમ્બરે ગ્રૂપ રાઉન્ડમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. આ જાહેરાત ગઈ કાલે આઇસીસીએ કરી છે. જોકે આના એક દિવસ પહેલાં ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત ક્વોલિફાયર ટીમ સામે કરશે. આનો મતલબ એ છે કે ભારતીય ટીમને આરામ કરવાની તક નહીં મળે. ભારતે ૧૮ અને ૧૯ સપ્ટેમ્બરે સતત બે મેચ રમવી પડશે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનનું આ ટૂર્નામેન્ટમાં રમવું નિશ્ચિત છે, જ્યારે બાકીના એક સ્થાન માટે યુએઈ, સિંગાપોર, ઓમાન, નેપાળ, મલેશિયા અને હોંગકોંગ વચ્ચે જંગ ખેલાશે. ગ્રૂપ-એમાં ભારત, પાકિસ્તાન અને ક્વોલિફાયર ટીમ, જ્યારે ગ્રૂપ-બીમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સામેલ છે. પ્રથમ મેચ દુબઈમાં ૧૫ સપ્ટેમ્બરે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. ફાઇનલ મેચ ૨૮ સપ્ટેમ્બરે રમાશે. પ્રત્યેક ગ્રૂપમાં ટોચના બે સ્થાને રહેલી ટીમ સુપર ફોર માટે ક્વોલિફાય કરશે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com