વિધાનસભા ચૂંટણી શંખનાદ ફૂંકાઇ ચુક્યા છે. અને ગુજરાતના રાજકારણમાં હાર્દસમા ગણાતા એવા સૌરાષ્ટ્રમાં ભાજપમાં ઉમેદવારોનો લઇ રાફડો ફાટયો છે તેમજ રાજકોટની પશ્રિમ અને દક્ષિણ બેઠક ખૂબ જ હાઇપ્રોફાઇલ બની છે જેમાં કડવા પાટીદાર સાથોસાથ ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટિલાળાએ પણ દાવેદારી નોંધવી છે હાલ રાજકોટ પશ્રિમ બેઠક પરથી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયરૂપાણી ધારાસભ્ય છે તે વચ્ચે રાજકોટ પીઠ ભાજપના નેતા વજુભાઇ વાળાનું નિવેદન સામે આવ્યુ છે પાર્લમેન્ટ્રી બોર્ડની અંદર જે સંકલન સમિતિ એના અંદર પાર્ટીના પ્રમુખ પાર્ટીના મંત્રીઓ સિવાય પાર્ટીના પ્રભારી તમામ લોકોએ પોતાની રજૂઆત ગાંધીનગરમાં કરી છે
રાજકોટમાં ઓ બી સી બેઠક હોવાનું પત્રકાર દ્રારા પ્રશ્ન કરાતા વજુભાઇ વાળાએ કહ્યુ કે રાજકોટમાં ઓ બી સી બેઠક જેવું કંઇ છે જ નહી SC ST ની બેઠકો છે ઓબીસી વિધાનસભામાં માટે થઇને કોઇ જોગવાઇ છે જ નહી જે અનામત બેઠકો હતી તેના માટે શિડ્યુલ્ડ કાસ્ટના ઉમેદવારના નામ આપ્યા છે
વજુભાઇ વાળા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છે જે કાર્યકરને પાર્ટી ટિકિટ આપશે તેને અમે તન મન ધનથી જીતાડીશું દાવેદારો તો હોય પણ ઇચ્છાને પૂર્તિ કરવી ઉમેદવાર જાહેર કરવાનુ કામ રાજ્ય તેમજ કેન્દ્ર કક્ષાએ છે ચૂંટણીટાણે ટિકિટની માગણીતો દરેક સમાજવાળા કરતા હોય છે પરંતુ કયા સમાજને ટિકિટ આપવી એ પાર્ટી નક્કી કરતી હોય છે જો દરેક સમાજના અધારે ટિકિટને વહેંચણી કરવામાં આવે તો 182 નહી 500 સીટો પર ઓછી પડે
અમારો કોઇ અંગત મદદનીશ નથી સૌના સુચનો પ્રમાણે ઉમેદવાર નક્કી થતા હોય છે કોંગ્રેસમાથી ભાજપમાં આવેલો કાર્યકરો પણ ભાજપનો છે