ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં BTP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે તેવી અટકળો તેજ

0
58

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ભણકાર જોરશોરથી વાગી રહ્યા છે ત્યારે પક્ષપલટાની સિઝન પણ પૂરજોશમાં ચાલી રહી છે. જયાં પાર્ટીઓમાં આયા રામ ગયા રામ જેવી સ્થિતિ હાલ પ્રર્વતી છે. તે વચ્ચે દક્ષિણ ગુજરાતમાં પ્રભુત્વ ધરાવતી ભારતીય ટ્રાયબલ પાર્ટીને લઇ મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ BTP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે તેવી અટકળો તેજ બની છે થોડાક સમય પહેલા BTPએ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યુ હતું પરંતુ આ ગઠબંધન ચૂંટણી પહેલા જ તૂટી જતા BTPને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગર્ભિત ભય સતાવી રહ્યો છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે BTP ગુજરાતના રાજકારણમાં ઝંપાલાવેલી અસદદ્દીન અવૈસીની AIMIM પાર્ટી સાથે ગઠબંધન કર્યુ હતુ જો કે આ ગઠબંધન પણ લાંબા સમય સુધી ટકી શક્યુ ન હતું ગુજરાતમાં લગભગ 12 ટકા આદિવાસી મતદાતાઓ છે. 2017ની ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસને આદિવાસી સમુદાયના 50 ટકાથી વધુ વોટ મળ્યા હતા, હવે ભારતીય ટ્રાયબલ પાર્ટી અને કોંગ્રેસ એક થઇ આદિવાસી મતો અંકે કરવા પ્રયાસ કરશે

આ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપત જણાવ્યુ કે ચૂંટણી છે રાજ્કીય વાતવરણ છે મળતા રહીશું વાતચીત કરતા રહીશું તેમજ કોંગ્રેસ દ્રારા પણ આદિવાસી મતો મેળવવા ભારતીય ટ્રાયબલ પાર્ટી તરફ નજર કરવામાં આવી રહી છે