T20 World Cup 2024માં રવિવારે (9 જૂન) ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી શાનદાર મેચ ખૂબ જ રોમાંચક સાબિત થઈ. વરસાદના વિક્ષેપમાં ભારતીય ટીમે આ લો સ્કોરિંગ મેચ 6 રને જીતી લીધી હતી. ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને પાકિસ્તાનને હારનો સામનો કરવા મજબૂર કરી દીધું.
ભારતની 7મી જીત
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 119 રન પર જ સિમિત રહી હતી અને પાકિસ્તાનને 120 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાનની ટીમે શરૂઆતમાં મેચ પર મજબૂત પકડ જમાવી હતી, પરંતુ ભારતીય બોલરોએ રમતનો માર્ગ બદલી નાખ્યો હતો. જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલની ઘાતક બોલિંગના કારણે પાકિસ્તાનની ટીમ 7 વિકેટ ગુમાવીને માત્ર 113 રન જ બનાવી શકી હતી. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતની પાકિસ્તાન સામે 8 મેચમાં આ 7મી જીત હતી.
રિઝવાનની વિકેટઃ મેચનો ટર્નિંગ પોઈન્ટ
પાકિસ્તાનની ટીમે 14 ઓવરમાં 3 વિકેટે 80 રન બનાવ્યા હતા અને તેને જીતવા માટે માત્ર 40 રનની જરૂર હતી. આ દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્માએ જસપ્રિત બુમરાહને 15મી ઓવર આપી, જેણે પહેલા જ બોલ પર 31 રન બનાવીને રમી રહેલા મોહમ્મદ રિઝવાનને ક્લીન બોલ્ડ કર્યો. આ વિકેટ બાદ પાકિસ્તાનની ટીમ બેકફૂટ પર આવી ગઈ હતી અને રિકવર થઈ શકી નહોતી.
અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાનો જાદુ
અક્ષર પટેલે આગલી ઓવરમાં માત્ર 2 રન આપ્યા જેના કારણે પાકિસ્તાન પર દબાણ વધી ગયું. ત્યારબાદ 17મી ઓવર હાર્દિક પંડ્યાએ ફેંકી હતી અને તેણે ત્રીજા બોલ પર જ શાદાબ ખાનને આઉટ કર્યો હતો. પંડ્યાએ આ ઓવરમાં માત્ર 5 રન આપ્યા, જેના કારણે પાકિસ્તાનને છેલ્લી 3 ઓવરમાં 30 રનની જરૂર હતી.
બુમરાહ અને અર્શદીપની શાનદાર બોલિંગ
જસપ્રીત બુમરાહે ફરી એકવાર 19મી ઓવર નાખી અને માત્ર 3 રન પર ઈફ્તિખાર અહેમદને આઉટ કર્યો. પાકિસ્તાનને છેલ્લી ઓવરમાં 18 રનની જરૂર હતી, પરંતુ અર્શદીપ સિંહે પહેલા જ બોલ પર ઈમાદ વસીમને આઉટ કરીને પાકિસ્તાનની આશાનો અંત લાવ્યો હતો. શાહીન આફ્રિદી અને નસીમ શાહ મળીને માત્ર 11 રન બનાવી શક્યા અને પાકિસ્તાનની ટીમ 6 રનથી હારી ગઈ.
Sharp take! 👏🏻
Hardik Pandya's bouncer proves too good for #FakharZaman! 💪🏻
Could this be a turning point in this game? 👀#INDvPAK | LIVE NOW | #T20WorldCupOnStar pic.twitter.com/NgDu80wIIs
— Star Sports (@StarSportsIndia) June 9, 2024