સનરાઈઝર્સ હૈદરાબાદ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ટોસ અપડેટ્સ: હૈદરાબાદની ટીમ પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે. પરંતુ તે તેની બાકીની બંને મેચ જીતવા માંગે છે.
SRH vs RCB, 65મી મેચ, ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023: RCBના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. RCB હૈદરાબાદને ઓછામાં ઓછા સ્કોર પર રોકીને પાછળથી લક્ષ્યનો પીછો કરવાનો પ્રયાસ કરશે.
આ સિઝનની પ્રથમ મેચઃ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આ સિઝનની આ પ્રથમ મેચ છે. IPL 2023માં બંને ટીમો પહેલીવાર એકબીજા સામે ટકરાવા જઈ રહી છે. હૈદરાબાદની સરખામણીમાં આરસીબીની સફર અત્યાર સુધી સારી રહી છે. આ જ કારણ છે કે RCB પાસે હજુ પણ પ્લેઓફમાં પહોંચવાની તક છે.
આરસીબી માટે જીત જરૂરીઃ પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે આરસીબીએ કોઈપણ ભોગે હૈદરાબાદ સામે જીત નોંધાવવી પડશે. પરંતુ ફાફ ડુપ્લેસીસની ટીમ માટે તે એટલું સરળ નહીં હોય. હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ પર આરસીબીનો રેકોર્ડ નિરાશાજનક રહ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પોતાની બંને મેચ જીતીને પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકે છે.
હૈદરાબાદમાં માત્ર એક જ જીતઃ IPLના ઈતિહાસમાં RCBને હૈદરાબાદના મેદાન પર માત્ર એક જ જીત મળી છે. અહીં બંને ટીમો વચ્ચે 7 મેચ રમાઈ છે, જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 6 મેચ જીતી છે અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે માત્ર 1 મેચ જીતી છે. આવા સંજોગોમાં હૈદરાબાદનો આ મેદાન ઉપર હાથ હોય તેવું લાગી રહ્યું છે.
આ રીતે જુઓ લાઈવ મેચઃ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની આ મેચ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચનું જીવંત પ્રસારણ વિવિધ ભાષાઓમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર કરવામાં આવશે. જ્યારે ચાહકો Jio સિનેમા એપ પર મફતમાં લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકે છે.
સનરાઈઝર્સ હૈદરાબાદના પ્લેઈંગ-11: અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એઈડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન (વિકેટકીપર), હેરી બ્રુક, ગ્લેન ફિલિપ્સ, અબ્દુલ સમદ, કાર્તિક ત્યાગી, મયંક ડાગર, ભુવનેશ્વર કુમાર, નીતિશ રેડ્ડી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પ્લેઈંગ-11: વિરાટ કોહલી, ફાફ ડુપ્લેસીસ (કેપ્ટન), ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક (વિકેટકીપર), માઈકલ બ્રેસવેલ, અનુજ રાવત, વેઈન પાર્નેલ, કર્ણ શર્મા, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ.