24 C
Ahmedabad

STની લાંબા અંતરની એક્સપ્રેસ બસોમાં પણ હવે ફ્રી વાઈફાઈ..

Must read

SATYA DESK
SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

અમદાવાદ: એસટી બસ સેવા ખાનગી બસ ટ્રાવેલ્સની સામે હરીફાઇમાં ટક્કર લેવા વાઇ ફાઇ ફ્રી સુવિધાની ઓફર સાથે સજ્જ થઇ રહી છે. એસટી મુસાફરોને આકર્ષવા માટે હવે મુસાફરોને વાઇ ફાઇ સુવિધા ટૂંક સમયમાં આપવામાં આવશે.
એસટી વિભાગના આયોજન અનુસાર શરૂઆતના તબક્કે આ સગવડ લાંબા અંતરની એસી બસોમાં શરૂ કરાશે. ત્યારબાદ ક્રમશઃ આ વ્યવસ્થા તમામ બસોમાં આપવામાં આવશે.

બસમાં મુસાફર ચઢશે કે તેને વાઇ ફાઇ સાથે મોબાઇલ કનેક્ટ કરવા માટેનો પાસવર્ડ આપી દેવામાં આવશે, જેનો મુસાફર બસમાં મુસાફરી પૂરી કરશે ત્યાં સુધી વિનામૂલ્યે અનલિમિટેડ ઉપયોગ કરી શકશે, જેના માટે તેણે વધારાનો કોઇ ચાર્જ ચૂકવવો પડશે નહીં.

જોકે તેના માટે નિગમે ચાલુ બસ ડેટા ટ્રાન્સ‌િમશન કરી શકે તેવી મજબૂત ટેકનોલોજીની વ્યવસ્થા કરવી પડશે. આ માટેની શરૂઆત ડિસેમ્બરના અંત સુધી થશે તેવું એસટી નિગમનાં આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.  અમદાવાદ-સુરત, સુરત-અમરેલી, અમદાવાદ-દીવ, અમદાવાદ-સોમનાથ જેવી લાંબા અંતરની એસી બસો કે જેનો ઉપડવાથી પહોંચવા સુધીનો સમય ૮થી ૧ર કલાકનો હશે તેમાં આ સગવડ પહેલાં આપવામાં આવશે. હાલમાં એસટીની વોલ્વો બસમાં ફ્રી વાઇ-ફાઇ સેવા આપવામાં આવી રહી છે, જેનો રિસ્પોન્સ નિગમને વધુ મળતાં હવે લાંબા અંતરની એસી બસોમાં આ સગવડ આપવાનું શરૂ કરાશે.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_img

Latest article