વાહન-ડેરી પાર્લરથી લઈ ગામડામાં પશુપાલનનો ધંધો શરૂ કરો,સરકાર આપશે પૈસા;લોન લેવા બસ આટલુ કરો

0
175

રાજ્ય સરકારે નાના મધ્યમ વ્યવસાય કરવા કેટલીક યોજનાઓ અમલમાં મૂકી છે જેનો લાભ લેવાથી પગભર બની શકાય છે અહીં આપને કેટલીક યોજનાઓ વિશે માહિતગાર કરી રહયા છે જે આપને ઉપયોગી થઈ પડશે.

નાના ઘંઘા વ્યવસાય યોજના (ટર્મ લોન)

(૧) ૫શુપાલન યોજનાઃ-

આ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા રૂા.૧.૦૦લાખ સુધીની છે.
કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ જેમકે પશુપાલન (ગાય-ભેંસ) માટે

(ર) નાના ઘંઘા વ્યવસાય :-

આ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા રૂા.૨.૦૦લાખ સુધીની છે.
કરીયાણાની દુકાન, ડેરી પાર્લર, પશુઆહાર વેચાણ કેન્દ્ર, મોબાઇલ-કોમ્પ્યુટર રીપેરીંગની દુકાન વિગેરે ૫સંદગીના વ્યવસાય માટે

(૩) ૫રિવહન યોજના:-

આ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા રૂા.ર.૦૦લાખ સુધીની છે.
પરીવહન સેકટરમાં ઓટો રીક્ષા, લોડીંગ વાહન વગેરે
વાહનની યોજનામાં જે વાહનની લોન લેવાની હોય તે વાહન ચલાવવાનું લાયસન્સ (પેસેન્જર વાહન માટે જે તે વાહનનો બેઇઝ) જરૂરી છે.
લોન મેળવવાની પાત્રતા
ઉકત ત્રણ યોજનામાં અરજદારે લાભ લેવા માટે નીચે મુજબની પાત્રતા ઘરાવતા હોવા જોઇએ.
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઇએ.
અરજદારના કુંટુંબની કુલ વાર્ષીક રૂ.૩.૦૦લાખ થી વઘુ ન હોવી જોઇએ
અરજદારની ઉંમર અરજીની તારીખે ર૧ થી ૪પ વર્ષ સુધીની હોવી જોઇએ..
અરજદારને તાંત્રિક તથા અન્યં કુશળતા માગી લેતા ધંધાના અનુભવ ઘરાવતા હોવા જોઇએ.

યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ

આ યોજનાઓમાં વ્યાજનો દર વાર્ષિક ૬ ટકા રહેશે.
આ યોજનાઓમાં યુનિટ કોસ્ટના ૮૫ ટકા લોન આપવામાં આવશે જેમા ૮૫ ટકા રાષ્ટ્રીય નિગમના ૧૦ ટકા રાજય સરકારના અને પ ટકા લાભાર્થી ફાળાની રકમ રહેશે
આ લોન વ્યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની થાય છે.