રાજ્ય સરકાર અનુસૂચિત જાતીના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે જવા આપી રહી છે રૂ.15 લાખ,ફટાફટ નીચે આપેલું ફોર્મ ભરો.

0
209

રાજ્ય સરકારની એવી ઘણી યોજનાઓ છે જેની લોકોને પૂરતી જાણકારી હોતી નથી ત્યારે સત્યડે આવી યોજનાઓ અંગે લોકો સુધી સીધી જાણકારી પહોંચાડશે જેમાં ફોર્મ ભરવાથી માંડી તમામ વિગતો ઉપલબ્ધ છે.
આજે આપને જણાવીશું કે ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છુક તેજસ્વી વિદ્યાર્થીઓને રૂ.15 લાખની લોન આપે છે અને આ લોન મેળવવા શુ કરવું તે અંગે નીચે મુજબ જાણકારી આપવામાં આવી છે.

પાત્રતાના માપદંડો

મુળ ગુજરાત રાજયના વતની હોવા જોઇએ.
સ્‍નાતક કક્ષાએ ૫૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવ્‍યા હોય તેઓને પોસ્‍ટ ગ્રેજયુએટ,પી.એચ.ડી,કે ઉચ્‍ચ કક્ષાના સંશોધનઅને કોમ્‍પ્‍યુટર ક્ષેત્રના અભ્‍યાસક્રમો માટે લોન.
ધોરણ-૧૨ પછી વિદેશમાં ચાલતા ટેકનિકલ અને પ્રોફેશનલ અભ્યાસક્રમો માટે લોન.
એક જ ૫રિવારના વધુમાં વધુ બે વ્યકિતને લોન આપી શકાશે..
કોઇ આવક મર્યાદા નથી
લોનની વસુલાત વિદ્યાર્થીનો અભ્‍યાસક્રમ પૂર્ણ થયા પછી ૬ માસ પછીથી શરૂ કરવામાં આવે છે. પરંતુ લોનની વસુલાત ૧૦ વર્ષમાં પૂર્ણ કરવાની રહેશે.મુળ રકમ ભરપાઇ થયા બાદ વ્યાજ ૫ણ તે પ્રમાણે વસુલ કરવાનુ રહેશે.
વિદ્યાર્થી વિદેશની જે સંસ્થામાં શિક્ષણ મેળવે તે સંસ્થા જે તે સરકાર ધ્વારા માન્ય થયેલ હોવી જોઇએ અને મેળવેલ ડીગ્રી જે તે દેશમાં સ્વીકૃત થયેલી હોવી જોઇએ.
લાભાર્થીએ એક સધ્ધર જામીન રજુ કરવાના રહેશે.
વિદ્યાર્થીએ વિદેશ ગમનના છ માસની અંદર ૫ણ અરજી કરી શકે.
ધોરણ-૧૦ પાસ કર્યા ૫છી આઇ.ટી.આઇ.નો બે વર્ષનો અથવા તેથી વધુ સમયનો માન્યતા પ્રાપ્ત કોર્ષ કરેલ હોય અને તે માટેની એન.સી.વી.ટી અથવા જી.સી.વી.ટી.ની ૫રીક્ષા પાસ કરેલ હોયતો તે વિદ્યાર્થીઓએ પોતાની ૫સંદગી અનુસાર ગુજરાત માધ્યમીકઅને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ ની ધો. ૧૨ ની અથવા ગુજરાત ઓ૫ન સ્કુલ એકઝામીનેશનની અંગ્રેજી વિષયની ૫રીક્ષા પાસ કરે તો તે વિદ્યાર્થીઓને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ ૫છીના અભ્યાસક્રમોમાં પ્રવેશના હેતુસર ધો.૧૨ ની સમકક્ષ ગણવામાં આવશે.
જે વિદ્યાર્થીએ ધો.૧૦ ૫છી પોલીટેકનીકમાં ત્રણ વર્ષનો ડીપ્લોમાં કોર્ષ કરેલ હોય તે વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ માટે ધો.૧૨ ની સમકક્ષ ગણવામાં આવશે
વિઝા અને એરટીકીટ રજુ કર્યા પછી જ મંજુરીની કાર્યવાહી કરવામાં આવશે.
જો વિદ્યાર્થી વિદેશમાં સ્થાયી થાય તો નોકરીનુ સ્થળ-રહેઠાણમાં ફેરફાર, સં૫ર્ક નંબર, ઇ-મેઇલ આઇડી, ભારતમાં આવાગમનની જાણ “જયાં સુધી લોન ભરપઇ ના થાય ત્યા સુધી” ફરજીયાત કરવાની રહેશે.
રાજયના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ-૧૨ કે તેથી ઉ૫રના જે અભ્યાસક્રમને આધારે વિદેશ અભ્યાસમાં પ્રવેશ મેળવતા હોય તેમાં ૫૦% કે વધુ માર્કસ ધરાવતા હોવા જોઇશે. તેમજ તેઓ ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક, પોસ્ટ ગ્રેજયુએટ ડીપ્લોમા, પી.એચ.ડી. તેમજ તમામ ક્ષેત્રના અન્ય એકથી વધુ વર્ષના સમયગાળા માટેના અભ્યાસક્રમો માટે ૫ણ લોન મેળવવાને પાત્ર રહેશે.

સહાયનું ધોરણ
રૂ.૧૫.૦૦ લાખની લોન ૪%ના વ્યાજના દરે લોન.

  • અમલીકરણ કચેરી : નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી,જિ.
    નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી,ગાંધીનગર

ફોર્મ ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો 

https://bit.ly/3kvA81T