ALSનામના અસાધ્ય રોગને 76 વર્ષ સુધી માત અાપી સ્ટીફન હોકિંગે

મોતને હંફાવીને જગતને બ્રહ્માંડ બતાવનાર સ્ટીફન હોકિંગ્સ ફાની દુનિયા છોડી અલવિદા થયા છે.સ્ટીફન હોકિંગના મગજ સિવાયના અંગો કામ નહોતા કરતા માત્ર 21 વર્ષની ઉંમરે તેઓ ALS નામની ગંભીર બીમારીનો ભોગ બન્યા હતા.

આ બીમારી એટલી ભયંકર છે કે શરીરના એક પછી એક બધા અંગો કામ કરતા બંધ થઈ જાય છે અને અંતમાં તેનું મૃત્યુ થઈ જાય છે. ડોક્ટરે પણ સ્ટીફનની બીમારી વિશે આ જ નિદાન આપ્યુ હતુ અને બે વર્ષમાં તેની જીવનલીલા સંકેલાઈ જશે તેમ જણાવ્યુ હતુ.આ બીમારી બાદ સ્ટીફનની હાલત વધુને વધુ ખરાબ થતી ગઈ તેઓ વધુને વધુ અશક્ત થતા ગયા.

તેમને ચાલવા માટે સહારાની જરૂર પડવા લાગી, એક પછી એક શરીરના તમામ અંગોએ સ્ટીફનનો સાથ આપવાનું છોડી દીધુ. તેઓ એક જીવતી લાશ બની ગયા હતા.

સ્ટીફને પોતાની શારીરિક ખામી અને વિકલાંગતાને પોતાના ઉપર હાવી ન થવા દીધી અને તેણે તેમના રિસર્ચ અને સામાન્ય જીવનને જેમ હતુ તેમ ચાલુ જ રાખ્યુ. સ્ટીફને અાવનારા દરેક પડકારોનો મક્કમતાથી સામનો કર્યો. વ્હીલચેરમાં બેઠા બેઠા કોમ્પ્યુટર દ્વ્રારા વાત-ચીત કરતા કરતા તેમણે ખગોળશાસ્ત્રને એક નવોજ વળાંક આપ્યો. એક નવી દ્રષ્ટી આપી. મૃત્યુને હંફાવીને ભૌતિકશાસ્ત્ર, બ્રહ્માંડ, બ્લેક હોલ અને બિગ બેંગ થિયરી ક્ષેત્રે મહત્વના સંશોધનો આપનાર સ્ટીફન હોકિંગ હવે આપણી વચ્ચે નથી રહ્યા પણ તેમની સિદ્ધીઓ હંમેશા અાપણી વચ્ચે રહેશે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com