રાજસ્થાનના ઉદયપુરમાં એક જ પરિવારના 6 સભ્યોના મૃતદેહ મળી આવતા મચી ખળભળાટ

0
64

રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ગોગુંડામાંથી ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. સોમવારે એક જ પરિવારના 6 સભ્યોના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. મૃતકોમાં દંપતી સહિત ચાર માસૂમ બાળકો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, ગોગુંડાના ઝડોલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગોલ નેદી ગામમાંથી આ દુખદ સમાચાર ફેલાતા જ ઘટનાના સ્થળે ગામલોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. ગ્રામજનોએ તરત જ પોલીસને બોલાવી અને પોલીસે તમામ છ મૃતદેહોને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા.

પોલીસે હજુ સુધી મોતનું કારણ જાહેર કર્યું નથી. જો કે, પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઘટનાસ્થળે પહોંચ્યા બાદ પોલીસની ટીમે ઘરનો દરવાજો ખોલ્યો અને આશ્ચર્યચકિત થઈ ગઈ. રૂમની અંદર ચારેબાજુ મૃતદેહો પડ્યા હતા. પોલીસે મૃતદેહોને મોર્ચરીમાં મોકલીને ઘરને સીલ કરી દીધું છે. ફોર્સિંગ ટીમો અને ડોગ સ્કવોડ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગોગુંડા પોલીસે હજુ સુધી મૃતકના પરિવારની ઓળખ જાહેર કરી નથી. પોલીસ આત્મહત્યા કે હત્યાના તમામ એંગલથી તપાસ કરી રહી છે. ASP કુંદન કંવરિયાએ મીડિયાને જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે પારિવારિક વિવાદનો મામલો હોઈ શકે છે, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.